આજથી શ્રાવણ માસનો પ્રારંભ, વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
આજથી શિવ મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવના પ્રિય માસમાં ભક્તો વિવિધ અભિષેક અને બીલીપત્રો ચઢાવી રહ્યા છે. શિવશંકરની પૂજા અને અભિષેક કરો. હિન્દુ ધર્મના લોકો વર્ષના 12 મહિના કોઈને કોઈ તહેવાર ઉજવે છે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ માસને સૌથી વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનો 29 જુલાઈ એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે. આજથી શરૂ થયેલા શ્રાવણ માસના પ્રારંભે શિવાલયોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
આજથી શિવ મંદિરો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શિવના પ્રિય માસમાં ભક્તો વિવિધ અભિષેક અને બીલીપત્રો ચઢાવી રહ્યા છે. શિવશંકરની પૂજા અને અભિષેક કરો. આ મહિનો ભોલેનાથનો પ્રિય મહિનો કહેવાય છે. આથી શિવભક્તો શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવો, રૂદ્રાભિષેક કરવો, શિવના નામનો જાપ કરવો,જ્યોતિલિંગની મુલાકાત લેવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે ગયા વર્ષે કોરોના મહામારીના કારણે શિવાલયોમાં ભક્તોની સંખ્યા ઓછી હતી. પરંતુ આ વખતે કોરોનાના ઘટતા કેસોને કારણે વહેલી સવારથી જ ભાવિક ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ શંકરની પૂજા અને જલાભિષેક કરવામાં આવે છે.શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિરે ભારે ભીડ જોવા મળી છે.
ગુજરાતમાં આ એકમાત્ર જ્યોતિલિંગ છે, તેથી શ્રાવણ મહિનામાં તેનું મહત્વ વધી જાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભક્તોની ભીડ જામી છે. શાસ્ત્રોમાં ભગવાન શિવના રૂદ્રાક્ષનો મહિમા જણાવવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે શિવની આંખમાંથી પડતાં આંસુને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે, રુદ્રાક્ષની માળા ખૂબ જ ખાસ હોય છે. આ રુદ્રાક્ષ ધારણ કરનારને માનસિક શાંતિ, શારીરિક સમસ્યાઓથી મુક્તિ અને ભાગ્યનો સાથ સહિતના લાભ મળે છે. રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ મંત્રોના જાપ માટે પણ થાય છે. રુદ્રાક્ષના વિવિધ પ્રકાર છે. તેની વિવિધ અસરો પણ છે.હિંદુ શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસને શુભ ફળ મેળવવા માટે શુભ માનવામાં આવે છે. પરંતુ કહેવાય છે કે જો ભોલે શિવની પૂજા કરવામાં ભૂલ કરી તો બાબા ગુસ્સે થઈ જાય છે. ભગવાન શિવની પૂજા કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.