પાટનગરના સેક્ટર-૨૬ ગ્રીનસિટીમાં રખડતા પશુઓથી રહીશો ત્રાહિમામ
ગાંધીનગર :
રાજ્યના પાટનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં દિનપ્રતિદિન રખડતા ઢોરોની સમસ્યા વધી રહી છે. સેક્ટરના કોમન પ્લોટ તેમજ મુખ્ય અને આંતરિક માર્ગો આસપાસ સમગ્ર દિવસ દરમિયાન રખડતા ઢોર અડીંગો જમાવીને બેસી રહેતા અવરજવર કરવામાં અકસ્માતનો ભય રહીશોનેસતાવી રહ્યો છે. શહેરના સેક્ટર ૨૬ ગ્રીનસિટીમાં છેલ્લા ઘણા સમયથી ઢોરોનો આતંક વધી જતા સ્થાનિકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સોસાયટીમાં આવેલા મુખ્ય માર્ગની આજુબાજુ દિવસે પસાર થતા વડીલોને પણ રખડતા ઢોરો શિંગડા ભરાવી રહ્યા છે. જેથી નાની મોટી ઈજાનો સામનો પણ કરવો પડે છે. આ સમસ્યાનું નિરાકરણ કરવો પડે છે. આવે તે માટે તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં તે અંગે કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા રખડતા ઢોરના કારણે રહીશો તેમજ નાના બાળકોને પણ ડર સતાવી રહ્યો છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોની સમસ્યા સર્જાવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવતા નથી. જેના પગલે રહીશોને પણ અકસ્માતનો સામનો ઢોરના કારણે કરવો પડે છે.