ગાંધીનગરગુજરાત

ગાંધીનગરનો ૨જી ઓગસ્ટે ૫૮મો સ્થાપના દિવસ : બે વર્ષ બાદ રંગેચંગે ઉજવણી કરાશે

ગાંધીનગર :

ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પાટનગર ગાંધીનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે બે વર્ષથી માત્ર દીપ પ્રાગટ્ય કરીને માત્ર ઔપચારિકતા નિભાવવામાં આવતી હતી. પરંતુ આ વખતે ઉજવણીમાં થનગનાટ રહેશે.

આગામી ૨જી ઓગષ્ટના રોજ ગાંધીનગરનો ૫૮મો સ્થાપના દિવસ આવશે. દર વખતે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ જ્યાં ગાંધીનગર શહેરની સ્થાપનાની પ્રથમ ઈંટ મૂકાઈ હતી તે જીઈબી ખાતે સ્થાપના દિનની ઉજવણી ભૂલ્યા વગર આજદિન સુધી કરતું આવ્યું છે.

આ વર્ષે પણ મહામંડળ પોતાની પરંપરા જાળવશે. છેલ્લા પાંચ દાયકા ઉપરાંતથી વસાહત મહામંડળ ગાંધીનગરના સ્થાપના દિનને ઉજવતું આવ્યું છે. મહામંડળના પ્રમુખ અરૂણ બૂચે આજે યાદ કરાવ્યું કે, આ વર્ષે તેના નિયત રંગરૂપ સાથે ગાંધીનગરનો સ્થાપના દિવસ ઉજવવામાં આવશે. તેમના અવાજમાં અનેરા ઉત્સાહનો અહેસાસ થયો. ગાંધીનગરને ૫૮મુ બેસશે. તેના જન્મદિવસની ઉજવણી કરનાર અરૂણ બૂચ પોતે ૮૦ ઉપરની વય ધરાવે છે. છતાં તેઓ પોતાની આ શહેર પ્રત્યેની ફરજ ભૂલ્યા નથી. ગાંધીનગર હવે બાળકમાંથી કિશોરાવસ્થા અને યૌવનમાંથી હવે પરિપક્વ શહેર બનવા તરફ વિકાસ કરી રહ્યું છે. મહામંડળ દ્વારા દીપ પ્રાગટ્ય કરવા સાથે કૈક પણ કાપવામાં આવશે.

આ ઉજવણીમાં ગાંધીનગરના પ્રથમ નાગરિક હિતેષ મકવાણા ઉપસ્થિત રહેશે. બે વર્ષ બાદ મહામંડળના આ ઉજવણીના કાર્યક્રમમાં નગરજનો, શહેરના આગેવાનો ઉત્સાહભેર જોડાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x