ગાંધીનગરગુજરાત

જિલ્લામાં નવા બોર એજન્સીએ 15 દિવસ અગાઉ ગ્રામ પંચાયત કે પાલિકાને જાણ કરવાની રહેશે

ગાંધીનગર શહેર જિલ્લામાં નવા ટયુબ વેલ બોરવેલ માટે ખાનગી કે સરકારી એજન્સીએ ૧૫ દિવસ અગાઉ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાપાલિકા કે, મામલતદાર, ગાંધીનગરને આગોતરી જાણ કરીને પાકી પહોંચ મેળવવાની રહેશે. જે તે ડ્રિલીંગ રીંગની નોંધણી કલેકટર કચેરીમાં થયેલી હોય તેની પાસે જ આ કામગીરી કરાવી શકાશે. ગાંધીનગરમાં ડ્રિલીંગ રીંગની નોંધણી ડીઝાસ્ટર શાખામાં કરાય છે.

 બોરમાં નાના બાળકો પડી જવાના બનાવ અટકાવવા સુપ્રમિ કોર્ટે આપેલી માર્ગદર્શિકાના પગલે જાહેર સલામતી માટે બોર બનાવનાર ખેતર માલિકો, ખાનગી કે, સરકારી એજન્સીઓ, બોરવેલ-ટયુબ વેલનું કામ કરનાર રીંગ માલિકો, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તથા વીજળી કંપનીના અધિકારીઓ માટે સરકારે હુકમ બહાર પાડીને પરવાનગી વિના બોર નહીં કરવા આદેશ આપ્યો છે.ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા કરાયેલા બોર નકામા બન્યા પછી તેની કાળજી લેવાતી નથી અને ખૂલ્લા પણ મૂકી દેવાય છે. પરંતુ હવે ડ્રિલીંગની કામગીરીના સ્થળની આસપાસ ૩ મીટર વિસ્તારમાં વાયર તારનો ઉપયોગ કરી પ્રવેશ બંધી કરવાની રહેશે. કામ પૂર્ણ થયા પછી મડપીટ તેમજ બનાવેલી ચેનલોનું ફ્રજિયાત પુરાણ કરવાનું રહેશે. અગાઉના ટયુબ વેલ બોરવેલ નિષ્ફ્ળ ગયા હોય અને હાલ ખૂલ્લા હોય તેનું પુરાણ ૮ દિવસમાં કરાવાશે નહીં તો કોઇપણ અકસ્માતની જવાબદારી જગ્યાના માલીકની રહેશે. ડ્રિલીંગ રીંગ ધરાવનાર વ્યકિત, સંસ્થા, એજન્સી, ખાનગી કે સરકારી હોય તેણે આ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું છે.

 ડ્રિલીંગ રીંગની નોંધણી કરાવી હશે તેઓ જ ગાંધીનગર જિલ્લામાં કામગીરી કરી શકશે એજન્સીએ પોતાના સાઇન ર્બોડ અકસ્માત ઝોનનું નોટીસ ર્બોડ ડ્રિલીંગ કામગીરીના સ્થળ પર મુકવાનું રહેશે. નોંધણી માટે ડ્રિલીંગ વ્હીકલની આરસી બુકની નકલ આપવાની રહેશે, આરટીઓના અધિકારીએ આવા વાહનોની નોંધણી કલેટકર કચેરીમાં થયેલી ન હોય તો તેનું રજીસ્ટ્રેશન કરવાનું નથી. જે ખેતરમાં નિષ્ફ્ળ ગયેલા બોર ખુલ્લા હોય અને તેમાં નાના બાળકો પડી જાય તેવા હોય તે અંગેની જાણ તલાટી-મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક કરવા પણ ખેડૂતોને આદેશ અપાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x