ગુજરાત યુનિ.માં ૩૦૦થી વધુ CCTV લગાવાશેઃ કોલેજોને પણ આદેશ થશે
ગુજરાત સરકારે મુખ્ય શહેરોમાં જાહેર સ્થળો પર ફરજીયાત સીસીટીવી લગાવવાની ગાઈડલાઈન જાહેર કરી છે ત્યારે સરકારના આદેશ બાદ ગુજરાત યુનિ.માં હાલ જ્યાં પણ નવી બિલ્ડીંગો-નવા ભવનો ખાતે સીસીટીવી કેમેરા નથી ત્યાં સીસીટીવી લગાવવાની પ્રક્રિયા. અંદાજે ૩૦૦થી વધુ સીસીટીવી કેમેરા યુનિ.માં કેમ્પસમાં લગાવાશે .ઉપરાંત એક હજારથી વધુ લોકો એકઠા થતા હોય ત્યાં સીસીટીવી ફરજીયાત કરાયુ છે ત્યારે યુનિ.દ્વારા તમામ કોલેજોને પણ સીસીટીવી લગાવવાની સૂચના અપાશે.
ગુજરાત યુનિ.ની આજે મળેલી સિન્ડીકેટમાં સરકારની સીસીટીવી ગાઈડલાઈન બાબતે ચર્ચા થઈ હતી.સિન્ડીકેટ બેઠકમાં નિર્ણય કરાયો છે કે આગામી દસથીપંદર દિવસમાં યુનિ.માં કેમ્પસમાં નવા સીસીટીવી લગાવાશે.હાલ સરકારની એન્જસી હેઠળ ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામા આવી છે. યનિ.માં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલા નવાબિલ્ડિંગો-ભવનો ખાતે તેમજ હાલ જ્યાં પણ સીસીટીવી નથી તે તમામ જગ્યાઓ પર સીસીટીવી લગાવાશે.આ ઉપરાંત કોલેજોને પણ એક હજારથી વધુ લોકો એકઠા થતા હોઈ સરકારની આ ગાઈડલાઈન અંતર્ગત સીસીટીવી લગાવવા માટે સૂચના અપાશે. સરકારની ગાઈડલાઈનની પગલે લગભગ મોટા ભાગની તમામ શૈક્ષણિક સંસ્થાઓ કે જ્યાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ-મુલાકાતીઓ,સ્ટાફ સહિતના લોકો આવતા હોવાથી ફરજીયાત સીસીટીવી લગાવાશે.યુનિ.દ્વારા ડિજિટલાઈન અંતર્ગત હવે સીસીટીવીના ફૂટેજ સ્ટોરેજની કેપિસિટી પણ વધારાશે અને સરકારની સૂચના મુજબ ૩૦ દિવસ સુધી રેકોર્ડિંગ રાખવાની વ્યવસ્થા કરાશે. આજની સિન્ડીકેટ મીટિંગમાં કોલેજોમાં પર્યાવરણ સુરક્ષા માટે પણ ચર્ચા કરવામા આવી હતી અને કોલેજો માટે એક એસઓપી જાહેર કરવાનું નક્કી કરાયુ હતુ.આગામી દિવસોમાં સરકાર દ્વારા કોલેજો માટે એક એસઓપી જાહેર કરાશે .જે અંતર્ગત કોલેજોએ વોટર કન્ઝર્વેશન, એનર્જી સેવિંગ, ટ્રી પ્લાન્ટેશન સહિતના મુદ્દે પાલન કરવુ પડશે અને એન્વાયરોમેન્ટ ઓડિટ ફરજીયાત કરાશે.જે કોલેજ એસઓપીનું પાલન નહીં કરે તેની એફિલિએશન વધારી દેવાશે.