ગાંધીનગરગુજરાત

૧ ઓગસ્ટ પછી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારોને વેરિફિકેશન માટે ૩૦ દિવસ જ મળશે

પહેલી ઓગસ્ટ કે તે પછી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરનારાઓને પેનલ્ટી તો થશે, પરંતુ તેમના રિટર્નના વેરિફિકેશન માટે મળતા ૧૨૦ દિવસને બદલે માત્ર ૩૦ જ દિવસમાં તેમણે રિટર્ન વેરીફાય કરીને અપલોડ કરી દેવા પડશે, એટલે કે પહેલી ઓગસ્ટે રિટર્ન ફાઈલ કર્યા પછી ૩૦મી ઓગસ્ટ સુધીમાં તેમના રિટર્નનું વેરિફિકેશન કરી દેવું જરુરી છે. ઓનલાઈન વેરિફિકેશન ન કરે તો તેની ફિઝિકલ કોપી ૩૧મી ઓગસ્ટ પહેલા બેન્ગ્લોરમાં આવેલી સીપીસીસીની ઓફિસમાં પહોંચાડવી ફરજિયાત છે.

આવકવેરાનું રિટર્ન અપલોડ કરાયા પછી તેનું ઇ-વેરિફિકેશન કરવામાં આવે છે. તેમાં કરદાતાના મોબાઈલ ઉપર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવે છે. આ પાસવર્ડ ઓનલાઈન દર્શાવવામાં આવે તે સાથે જ તેના રિટર્નનું ઇ-વેરિફિકેશન થઈ ગયાનું સ્વીકારી લેવામાં આવે છે. ઈ-વેરિફિકેશન થઈ ગયા પછી સીપીસીસી બેન્ગ્લોરમાં રિટર્નની હાર્ડકોપી પોસ્ટથી મોકલવી પડતી નથી. ૩૧મી જુલાઈ પહેલા રિટર્ન ફાઈલ કરી દેનારાઓને ઇ-વેરિફિકેશન માટે ૧૨૦ દિવસનો સમય આપવામાં આવે છે.

 ટેક્સેશનના જાણકાર પ્રમોદ પોપટનું કહેવું છે કે ૩૧મી જુલાઈ પછી એટલે કે પહેલી ઓગસ્ટે રિટર્ન ફઆઈલ કરનારાઓને ઇ-વેરીફિકેશન માટે માત્ર ૩૦ દિવસનો જ સમય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.પહેલી ઓગસ્ટ કે તે પછી રિટર્ન ફાઈલ કરનાર કરદાતાનું રિટર્ન રૃા. ૫ લાખથી ઓછા મૂલ્યનું હોય તો તેવા સંજોગોમાં તેને રૃા. ૧૦૦૦નો દંડ ભરવો પડે છે. તેમ જ રૃા. ૫ લાખથી વધુ રકમનું રિટર્ન હોય તો તે કરદાતાઓ રૃા. ૫૦૦૦નો દંડ ચૂકવવો પડે છે.

 ઇ-વેરિફિકેશન ન થાય અને રિટર્નની હાર્ડ કોપી કાઢીને બેન્ગ્લુર સીપીસીસીમાં ૩૦મી ઓગસ્ટ સુધીમાં પહોંચાડવી ફરજિયાત છે. તે પહોંચવામાં પોસ્ટ વિભાગની ભૂલ હોય તો પણ તે રિટર્ન અમાન્ય થઈ જાય છે. ત્યારબાદ કરદાતાએ નવેસરથી તેનું રિટર્ન ફાઈલ કરવું પડશે. તેમ જ ઇ-વેરિફિકેશનની પ્રક્રિયા પણ નવેસરથી કરવી પડશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x