બોગ્સ ડોક્યુમેન્ટથી લીધેલ RTE પ્રવેશની તપાસ મામલતદાર કરશે
આનંદનિકેતન સ્કૂલે ડીઈઓમાં બોગસ ડોક્યુમેન્ટથી ઘણા આરટીઈ પ્રવેશ થયાની ફરિયાદો કરી હતી.ત્યારબાદ ડીઈઓ દ્વારા વાલીઓને રૃબરૃ બોલાવી સુનાવણી કરવામા આવી હતી.પ્રાથમિક તબક્કે દસ જેટલા પ્રવેશ આવકના ખોટા દાખલાના આધારે થયા હોવાનું ધ્યાને આવતા ડીઈઓએ મામલતદારને તપાસ સોંપી છે.રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધો.૧માં મફત પ્રવેશ માટેની રાજ્ય સરકારની પ્રક્રિયા અંતર્ગત જાહેર કરાયેલા નિયમો મુજબ આવક મર્યાદા ૧.૫ લાખથી ૧.૮ લાખ રખાઈ છે.જેમાં શહેર માટે વાલીની આવક ૧.૫ લાખ અને ગ્રામ્ય માટે ૧.૮ લાખ છે.કેટલાક વાલીઓ આવકના ખોટા પુરાવાના આધારે આરટીઈમાં પ્રવેશ મેળવી લેતા હોવની અનેકવાર ફરિયાદો ઉઠી છે.
આ વર્ષે આનંદનિકેતન સ્કૂલે ડીઈઓમાં બોગસ આરટીઈ પ્રવેશ મુદ્દે ફરિયાદ કરી હતી.અંદાજે ૧૦ જેટલા પ્રવેશમાં વાલીની આવક દોઢ લાખથી વધુ હોઈ અને રીટર્ન પણ દોઢ લાખથી વધુની આવકના ફાઈલ થયા હોવાના પુરાવા ધ્યાને આવતા ડીઈઓ દ્વારા તપાસ કરાઈ હતી ત્યારબાદ ડીઈઓ દ્વારા વાલીઓને રૃબરૃ બોલાવી સુવનાણી કરવામા આવી હતી. હાલ ડીઈઓ દ્વારા મામલતદારને તપાસ કરવા જણાવવામા આવ્યુ છે.આવકનુ ખોટુ સર્ટિફિકેટ મેળવાયુ હોય તો મામલતદાર દ્વારા રદ કરવામા આવશે અને ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા કરવામા આવશે