ગુજરાત

વિદ્યાપીઠના શારીરિક વિભાગ સાદરા દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું

ગૂજરાતવિધાપીઠસંચાલિત શારીરિક શિક્ષણ વિભાગ, સાદરાની રાષ્ટ્રીય સેવા યોજન એકમ દ્વારા આજાદી અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમમાં રૈલી દ્વારા સાદરાના પરિસર, સાદરા ગામ, સાદરા પ્રાથમિક શાળા, સાદરા હાઈ સ્કૂલ અને પંચાયતી રાજ તાલીમ કેન્દ્રમાં સુત્રો બોલી દરેક ઘરમાં તિરંગો લહરાવીએ તે સંદેશો આપવામાં આવ્યો હતો રેલીમાં લગભગ ૧૫૦ વિધાર્થીયો સ્વય સેવક જોડાયા હતા રેલીની શરૂવાત શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિધાશાખા, સાદરાથી કરવામાં આવી હતી પછી સાદરા ગામના મેઈન બજાર અને બધાજ વાસો અને મોહલ્લા, સાદરા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો, હાઈ સ્કૂલના વિધાર્થીયો અને શિક્ષકો અને લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે તા ૧૩થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ સુધી દરેક ઘરમાં ભારત સરકારના નિયમો પ્રમાણે તિરંગો ઝંડો લેહારવાનું છે અને તેના માટે લગભગ ૫૦ ઘરોમાં તિરંગા આપવામાં આવશે અને સ્વય સેવક તેના માટે મદદ કરશે.

 આ પ્રવૃત્તિમાં સંસ્થાનાં ડીનશ્રી ડૉ. જગદીશચંદ્ર સાવલિયાનાં નેજા હેઠણ કરવામાં આવી હતી સંસ્થાનાં ડીનશ્રી ડૉ. જગદીશચંદ્ર સાવલિયાએની સૂઝ અને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન અંતર્ગત આ પ્રવૃત્તિ કરવામાં આવી હતી સાથે સાથે સ્વયં સેવક શ્રી સંસ્કૃતિ જાની, ક્ષમા શર્મા અને મોતી ભરવાડ વિશેષ ભૂમિકા ભજવી હતી આ સંપૂર્ણ કાર્યક્રમમાં મેન્ટરની ભૂમિકા સંસ્થાના અધ્યાપક ડૉ. અરવિદ ભાઈ રામી અને રાષ્ટ્રીય સેવા યોજના એકમના પ્રોગ્રામ ઓફિસર ડૉ. નીરજ સિલાવટની રહી હતી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x