ગુજરાતની પેરા એથલીટ ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતની શાનમાં વધારો કર્યો
ગુજરાતની પેરા એથલીટ ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતની શાનમાં વધારો કર્યો છે. ગુજરાતની આ 35 વર્ષીય પેરા એથલીટ ખેલાડીએ શનિવારે ટેબલ ટેનીસમાં ફાઈનલમાં નાઈજિરિયાની ક્રિસ્ટિયાના ઈક્પેયોઈને પરાજય આપીને વધુ એક ગોલ્ડ મેડલ ભારતના નામે કરી દીધો હતો.ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી લીધા હતા. ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર જીતનારી ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભાવિનાએ ફાઈનલમાં નાઈજીરિયાની ઈક્પેઓયીને ૩-૦થી હરાવી હતી.કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારુ રહ્યું હતું. ગુજરાતની પેરા એથલીટ ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતની શાનમાં વધારો કર્યો છે.
ગુજરાતની આ 35 વર્ષીય પેરા એથલીટ ખેલાડીએ શનિવારે ટેબલ ટેનીસમાં ફાઈનલમાં નાઈજિરિયાની ક્રિસ્ટિયાના ઈક્પેયોઈને પરાજય આપીને વધુ એક ગોલ્ડ મેડલ ભારતના નામે કરી દીધો હતો. વધુમાં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં નવમા દિવસે નવીન કુમારે ભારતને કુશ્તીમાં મેડલ અપાવ્યો છે. તો બીજી તરફ વિનેશ ફોગાટે વિમેન્સ 50 કિગ્રા કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પૂજા ગેહલોતે પણ 50 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જૈસ્મિને બોક્સિંગમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે કુલ 40 મેડલ જીત્યા છે. અગાઉ ભારતીય પુરુષ હોકી ટીમ દક્ષિણઆફ્રિકાને 3-2થી હરાવી ફાઈનલમાં પ્રવેશી છે. અવિનાશ સાબલેએ 300 મીટર સ્ટીપલ ચેજમાંનવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે રજત ચંદ્રક મેળવ્યો છે. પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની 10 હજાર મીટર રેસ વોકમાં રજતચંદ્રક જીત્યો છે. બોક્સિંગમાં અમિત પંઘલ અને નીનુ ધંધાસ અને નીખનઝરીન ફાઈનલમાં પહોંચ્યા છે. આમ ભારતે અત્યાર સુધીમાં 13 સુવર્ણ, 11 રજત અને 16 કાંસ્ય સહિત કુલ 40ચંદ્રકો જીત્યા છે.