ગુજરાત

પાલનપુરની જગ્યાએ હવે અમદાવાદમાં ટાઉનહોલ કાર્યક્રમ કરશે, AAP ‘સુપ્રિમો’

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે બુધવારે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 10 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતે ટાઉન હોલ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જો કે અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો છે. પાલનપુરને બદલે હવે અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે ટાઉન હોલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

રાજ્યમાં મહિલાઓને લો તેઓ ગેરંટી આપશે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની જીત મેળવવા સક્રિયતા બતાવી છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ 10 જેટલા ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ ચાલુ ઓગસ્ટ મહિનામાં ત્રણ વખત ગુજરાતમાં આવીને રોજગારી અને આદિવાસીઓ માટે જાહેરાત કરી ચૂક્યા છે, વધુ એક વખત આવતીકાલે બુધવારે અમદાવાદમાં તેઓ મહિલાઓને લઈ જશે અને હવે તેઓ ગેરંટી આપશે. તેઓ અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉન હોલ કાર્યક્રમમાં મહિલાઓ સાથે વાર્તાલાપ કરશે. અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ 10 ઓગસ્ટના રોજ પાલનપુર ખાતે ટાઉન હોલમાં જવાનો હતો.જેમાં તેઓ જાહેરાત કરવાના હતા પરંતુ અચાનક કોઈ કારણોસર પાલનપુરનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે અગાઉ જ્યાં તેમણે લોકો સાથે વીજળી અંગે સંવાદ કર્યો હતો ત્યાં હવે મહિલાઓ સાથેનો ટાઉન હોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ ટાઉનહોલ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x