મ.દે.ગ્રામસેવા સંકુલ સાદરા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા નું આયોજન કર્યું.
આજરોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ (બી.એ એમ.એ વિભાગ) ના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા એક વિશાળ તિરંગા રેલીનું આયોજન કરી સાદરા ગામ માં “હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા” મુહિમ જગાવી ગ્રામજનોને પોતાના ઘર પર તિરંગો લહેરાવી આ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ની સંકલ્પના અને આયોજન રાષ્ટ્રીય સેવા યોજના એકમ ના કાર્યક્રમ અધિકારીશ્રીઓ ડૉ.મોતીભાઈ દેવું તેમજ ડૉ.દિવ્યેશકુમાર ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈ રેલી સ્વરૂપે સાદરા ગામ માં શેરીએ શેરીએ ફર્યા હતા અને ભારત માતાકી જય અને વંદે માતરમ ના જય ઘોષ સાથે ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમની હેલી જગાવી હતી. જ્યારે રેલી પંચાયતીરાજ તાલીમ કેન્દ્ર માં પહોંચી ત્યારે તેના આચાર્યશ્રી શ્રી તેજસભાઈ ઠાકર તેમજ તેમના સ્ટાફ દ્વારા રેલીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરી લીંબુ શરબત દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું તેમાં અજય રાવલ, મહેન્દ્ર મોદી તથા પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર ના સેવકો નો સહયોગ રહ્યો હતો.
જ્યારે રેલીને પ્રસ્થાન બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ચિલોડાના બહેનો, સંયોજક શ્રી રમેશભાઈ પટેલ, સાદરા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી મહેશભાઈ રાવલે કરાવ્યું હતું અને તે પણ તેમના સ્ટાફ સહિત રેલીમાં જોડાયા હતા. મહાવિદ્યાલયના સમગ્ર સ્ટાફે પણ રેલીમાં જોડાઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વર્ધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે સંયોજક શ્રી રમેશભાઈ પટેલ નું માર્ગદર્શન મળ્યું હતું શ્રી બળદેવ ભાઈ મોરીએ બેનર ની વ્યવસ્થા કરી હતી. જ્યારે લાઈબ્રેરીયન શ્રી જગદીશભાઈ પરીખે સુંદર દેશભક્તિના ગીતો ગાઈ દેશભક્તિનું વાતાવરણ સર્જ્યું હતું.