પોલીસના ગ્રેડ-પે મુદ્દે મુખ્યમંત્રી 14 ઓગસ્ટે જાહેરાત કરી શકે છે
રક્ષાબંધન કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુંગુજરાત પોલીસના ગ્રેડ-પેમાં વધારાને લઈને સરકાર સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મોટી જાહેરાત કરી શકે છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 14 ઓગસ્ટે તમામપોલીસકર્મીઓની ખુશી માટે જાહેરાત કરશે. સંઘવીએ કહ્યું કે ગ્રેડ-પે મુદ્દે મુખ્યમંત્રીએ અગાઉ બેઠક યોજી હતી.
સોમવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને નાણા વિભાગે આ માટે જરૂરી મંજૂરી પણ આપી દીધી છે.આમ આદમી પાર્ટીમાંથી કોઈનું નામ લીધા વિના સંઘવીએ શાબ્દિક ઝાટકણી કાઢી અને કહ્યું કે આ લોકોનું ધ્યાન ભટકાવવા માટે થઈ રહ્યું છે. ગુજરાતમાં ક્યારેય આવા મુદ્દે રાજકારણ થયું નથી. જ્યારે કોઈ વિષય સારા સમાચાર તરફ જઈ રહ્યો હોય ત્યારે કેટલાક લોકો પોતાના રાજકીય લોભ માટે તેને રોકવાનો પ્રયાસ કરે છે. અમે આ મુદ્દે કોઈપણ પ્રકારની રાજનીતિ કરવા માંગતા નથી.પોલીસ જૂથમાં સરકાર તરફી સંદેશાઓ ફરતા થયા હતાઆ તરફ પોલીસકર્મીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં એવા મેસેજ ફરતા થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રેડ-પે મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ અને કોઈને પણ રાજનીતિ કરવા દેવી જોઈએ નહીં. સરકાર આ મુદ્દે જાહેરાત કરવાની હતી અને જાણી જોઈને પોલીસને ઉશ્કેરવામાં આવી રહી છે. આ મામલે ષડયંત્ર ચાલી રહ્યું છે.