ગુજરાત

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં,સિઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલવામાં આવશે.

ગુજરાતમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 186 તાલુકાઓમાં વરસાદ થયો છે. ગીરસોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. તો 10 તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો છે. ચોમાસાએ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગુજરાતના તમામ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. માત્ર ઓછા વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં એક પણ ડેમ ભરાયો નથી. બીજી તરફ આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ ખોલવા જઈ રહ્યો છે.નર્મદા ડેમના પાંચ દરવાજા આ સિઝનમાં પ્રથમવાર આજે બપોરે 12 વાગ્યે ખોલવામાં આવશે. ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 133.51 મીટરે પહોંચી છે.

તેમજ પાણીની આવક 232208 કયુસેક અને જાવક 49487 કયુસેક છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ મહત્તમ સ્તરથી માત્ર 5.17 મીટર દૂર છે. જેના કારણે ડેમનું રૂલ લેવલ જળવાઈ રહે તે માટે આજે બપોરે 12 કલાકે નર્મદા ડેમના 5 રેડિયલ દરવાજા 1 મીટરથી ખોલવામાં આવશે. નર્મદા નદીમાં તબક્કાવાર 10 હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. નર્મદા નદીના કિનારે આવેલા વડોદરાના ત્રણ તાલુકા અને ભરૂચને એલર્ટ કરાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x