સાવરકુંડલા ના બાળક દ્વારા ભગતસિંહ નું પાત્ર ભજવી આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરી.- પાંચ વર્ષ ના યુગે શહીદવિર ભગતસિંહ ની યાદો અપાવી.
સાવરકુંડલા શહેર ના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે. પ્રાથમિક વિધાલય માં યોજાયેલ દેશભક્તિ ના સાંસ્કૃતિક કાર્યક્રમ માં ધોરણ એક માં અભ્યાસ કરતો બાળક યુગગીરી અમીતગીરી ગોસ્વામી દ્વારા ભારતનાં સ્વતંત્રતા આંદોલન ના અગ્રિમ ક્રાંતિકારી અને શહીદ વીર ભગતસિંહ નું પાત્ર લઈ ભગતસિંહ નું સૂત્ર ” મેરા સીર્ફ એક હી ધર્મ હૈ ઓર ઓહે દેશ કી સેવા કરના ” બોલી શાળા માં ઈન્કલાબ ઝીંદાબાદ ના નારા બોલાવ્યા હતા.
આ તકે ભગતસિંહ નું પાત્ર લેનાર યુગગીરી ને શાળા ના ટ્રસ્ટી રાજેશભાઈ આસનાણી, પ્રિન્સિપાલ કોમલબેન, કલાસ ટીચર આશાબેન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર દેશ માં ઉજવાઈ રહેલ ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ નો ભાગ પાંચ વર્ષ નો બાળક યુગ બન્યો હતો.