એ વન ફાર્મસી કોલેજમાં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી સાથે NSS ના અંતર્ગત વેક્ટર બોન ડિસીઝ અવેરનેસ કેમ્પેઇન નું આયોજન
Amdabad :
SNME કેમ્પસમાં આવેલ એ વન ફાર્મસી કોલેજ તેમજ એ વન ઝેવિયર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં SNME કેમ્પસના ટ્રસ્ટી તેમજ બાયડ તાલુકાના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા મુખ્ય મેહમાન પડે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શ્રી ધવલસિંહ ઝાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આજે આપણો ભારત દેશ આઝાદ છે પરંતુ શુ ખરેખર આઝાદ છે? આપણને આઝાદી જોઈએ છે સમાજના કુરિવાજો,ભ્રષ્ટચાર, કન્યા ભૃણ હત્યા,છેડ-છાડ થી તેમજ આતંકવાદ જેવા પરિબળો દેશની પ્રગતિ ને અવરોધે છે. આ માટે આપણે બધા ભારત વાસીઓએ જાગૃત થઇને ભારતને એક સ્વર્ણિમ ભારત બનાવવું જ પડશે. ફાર્મસી કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ પ્રજ્ઞેશ પટણીએ પ્રવચન માં સંસ્થા ના વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત મુખ્ય મેહમાન, વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે SNME કેમ્પસમાં આવેલ એ વન ફાર્મસી કોલેજમાં NSS ના અંતર્ગત સંસ્થા ના ટ્રસ્ટી શ્રી ધવલસિંહ ઝાલા ના માર્ગદર્શન માં વેક્ટર બોન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ માટે શ્રી ધવલસિંહ ઝાલા પોતે આ કેમ્પેઇન માં જોડાયા હતા. એ વન ફાર્મસી કોલેજના NSS ના 50 જેટલા સ્વયંસેવક, અન્ય વિદ્યાર્થીઓ તેમજ ફાર્મસી કોલેજ ના ફેકલ્ટી મેમ્બર્સએ એણાસન ગામમાં ઘરે – ઘરે જઈને લોકોને જાગૃત કર્યા. ડેન્ગ્યુ, મલેરિયા,ચિકનગુનિયા જેવા મચ્છરથી ફેલાતા રોગનું કારણ શું છે અને તે ના ફેલાય એ માટે શું તકેદારી રાખવી જોઈએ એ બાબતે એણાસન ગામમાં જાગૃતતા ફેલાવી હતી .તેમજ એ વન ફાર્મસી કોલેજમાં સ્વાતંત્ર્ય દિવસના રોજ ઇન્ડીયન આર્મી vs આતંકવાદના મુદ્દે ડિબેટ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચમા સેમેસ્ટરના વિદ્યાર્થી આદર્શ ભદોરિયાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.”