ગાંધીનગરમાં સરકારી પ્રાથમિક શાળા સેક્ટર-16 ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ
આજરોજ સરકારી પ્રાથમિક શાળા સેક્ટર.16 ગાંધીનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખુબ જ ધામધૂમથી કરવામાં આવી.લાયોનીશ ક્લબ ગાંધીનગરના પ્રમુખ શ્રી પ્રીતિ બહેનના હસ્તે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી.શાળાના બાળ દેશ પ્રેમી વિધાર્થીઓએ પોતાની અગાવી શૈલીમાં દેશ ભક્તિના ગીતોનુ ગાન કર્યુ. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તથા વિજેતા થયેલ વિધાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ વિદ્યાર્થીની શીલા વળવાઈને જી.કે .પરમાર તરફથી 501/-રૂપિયા ઇનામ આપવામાં આવ્યું.વાલી બેઠક પણ યોજવામાં આવી.આ પ્રસંગે વેપારી મંડળ સેક્ટર.16 ના સર્વ શ્રીજયેન્દ્રભાઈ,અશોકભાઈ,અમરતભાઈ,મિલનભાઈ,ગૌરાંગભાઈ વ્યાસ કોર્પોરેટરશ્રી,જીવન ધારા સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશના સભ્યો સર્વ શ્રી પ્રદીપસિંહ વાઘેલા ,જી.કે .પરમાર ,વિજયસિંહ માજીરાણા,લાયોનીશ ક્લબ ગાંધીનગરના શ્રી પ્રીતિ બહેન,શ્રી કુસુમબેન જોશી અને સભ્યો,એસ એમ સી સભ્યો, વાલીઓ,વિદ્યાર્થીઓ,શાળા પરિવાર અને વસાહતીઓ ઉપસ્થિત રહ્યા.લાયોનીશ ક્લબ તરફથી શાળાને પંખાના દાન મળ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નયનાબેન બ્રહ્મભટ દ્વારા કરવામાં આવ્યું.શાળાના આચાર્યા શ્રી અરુણકુમાર પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી.
???????? ???????? ????????