અરવિંદ કેજરીવાલ અને મનીષ સોસિદિયા સોમવારે ગુજરાત આવશે, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધી ગેરંટી આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં અરવિંદ કેજરીવાલ પણ તાબડતોબ ગુજરાતમાં એક બાદ એક શહેરોની મુલાકાતે આવી રહ્યા છે. આ જ સિલસિલામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે ફરી ગુજરાત આવશે. કેજરીવાલે ટ્વીટ કરી જાણકારી આપી છે કે સોમવારે તે અને મનિષ સિસોદિયા બે દિવસ માટે ગુજરાત આવશે. આ દરમિયાન તેઓ શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી ગેરંટી આપશે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી શાળાઓ, સારી હોÂસ્પટલો અને મોહલ્લા Âક્લનિક બનાવવામાં આવશે.ગુજરાતમાં પોતાની રાજકીય જમીન સેટ કરવા અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની તૈયારીઓમાં લાગી ગઈ છે.
ગુજરાતના મતદારોને રિઝવવા અને આમ આદમી પાર્ટી એક બાદ એક ગેરન્ટી સ્કીમ આપી રહી છે. આ અગાઉ ૪ દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન કેજરીવાલે ગુજરાતની સરકારી શાળાઓની Âસ્થતિ દયનિય હોવાનું જણાવ્યુ અને ગુજરાતની શાળાઓને પણ દિલ્હીની શાળા જેવી બનાવવા જણાવ્યુ હતુ. સાથોસાથ તેમણે શિક્ષકોને પણ રિઝવવાનો પ્રયાસ કર્યો.તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેઓ શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની કોઈ કામગીરી નહીં કરાવે. આ અગાઉ તેમણે ગુજરાતના બેરોજગાર યુવાનોને દર મહિને બેરોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતની વર્ષથી મોટી ઉંમરની મહિલાઓને દર મહિને ૧૦૦૦ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી. આ વખતે સોમવારે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવી રહ્યા છે. જેમાં તેઓ શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને ગેરંટી આપશે. આ અંગેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે.