આજે ‘કેવડા ત્રીજ’ નિમિતે સ્ત્રીઓ વ્રત રાખી શિવજીની પૂજા કરશે
ઘરે માટીના શિવલિંગ બનાવીને પણ પૂજા કરાશેપૂર્વ અમદાવાદમાં આજે વહેલી સવારથી જ શિવમંદિરોમાં દર્શન માટે બહેનોની ભીડ જામશેઆજે ભાદરવા સુદ ત્રીજના દિવસે સ્ત્રીઓ ‘કેવડાત્રીજ’નું વ્રત રાખીને ભગવાન શિવના આશિર્વાદ, કૃપાદ્રષ્ટિ મેળવવા શિવમંદિરોમાં જઇને શિશ નમાવી પૂજા-અર્ચના કરશે. અખંડ સૌભાગ્યવતી બનવા, ઘરમાં સુખ-શાંતિ,સમુદ્ધી માટે, બાળકો સહિત પરિવારની રક્ષા કાજે સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. જ્યારે કુંવારિકાઓ પણ સારો અને મનગમતો પતિ મેળવવા માટે આ વ્રત કરતી હોય છે.પૂર્વ અમદાવાદમાં શ્રાવણ માસ બાદ આજે ગુરૂવારે શિવમંદિરો ફરી પાછા ભક્તોની ભીડથી ઉભરાશે.
ઓમ નમઃશિવાય, બમ બમ ભોલેના નાંદ ગુંજશે. આજે બહેનો કેવડા ત્રીજનું વ્રત રાખીને શિવભક્તિમાં તન્નીલન બની જશે.સવારથી જ શિવમંદિરોમાં બહેનો પૂજા-સામગ્રી લઇને શિવમંદિરે જશે. શિવલિંગ પર કેવડો ચઢાવીને પૂજા કરશે. હજારો વર્ષ પહેલા માતા સતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખીને શિવલિંગ પર ભુલથી કેવડો ચઢાવી દીધો હતો. ભગવાન શિવે પ્રસન્ન થઇને તેમને પત્ની તરીકે સ્વીકાર્યા હતા અને આશિર્વાદ આપ્યું હતું કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે બહેનો કેવડા ત્રીજનું વ્રત રાખીને શિવલિંગ પર કેવડો ચઢાવશે તેમની મનોકામના પૂર્ણ થશે.ત્યારેથી આ વ્રત બહેનો કરે છે. અમદાવાદમાં માટીના શિવલિંગ બનાવીને ઘરે તેની પૂજા કરવામાં આવે છે. બહેનોએ માટીના શિવલિંગ બનાવીને આ વ્રત કરવાની તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે.