ગાંધીનગર

કે.બી.ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્મા. એજ્યુ. એન્ડ રીસર્ચ ગાંધીનગર ખાતે “એપોકેલિપ્સ ૨૦૧૮” ઈવેન્ટનું ઉત્સાહભેર શરૂઆત કરાઇ.

ગાંધીનગર :

કે.બી.ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ, ગાંધીનગર ખાતે બે દિવસીય “એપોકેલિપ્સ ૨૦૧૮” ઈવેન્ટનું આજરોજ તા.૧૬ ઓગષ્ટ ના રોજ ઉત્સાહ ભેર શરૂઆત કરવામાં આવી.

આજે એપોકેલિપ્સ ૨૦૧૮ ઈવેન્ટનો  પહેલો દિવસ હતો આખા ગુજરાત ભરની ફાર્મસી કોલેજમાંથી ટોટલ ૫૬૬ રજીસ્ટ્રેશન થયા હતા. ઈનૌગ્યુરેશન સવારે ૮:૪૦ વાગે બ્રહ્માકુમારી ઓડીટોરિયમ ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. શિવપ્રકાશ અને ડૉ. ગૌરાંગ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

૧.      પ્લે પ્રેઝન્ટ ટોક-‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ૫૬ પાર્ટીસીપન્સ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ફાર્મસીના જુદા જુદા     વિષયો  ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યા હતા.

૨.      હોલ્ડ એન્ડ ઈન્ટરેક્ટ ૬૦ પાર્ટીસીપન્સ, જેમાં  વિદ્યાર્થીઓએ ફાર્માસ્યુટીકલને  લગતા પોસ્ટર      બનાવીને તેને         વ્યક્ત કર્યા હતા.

૩.      મેક મેનિયા ૩૦ પાર્ટીસીપન્સ, જેમાં વિદ્યાથીઓએ ફાર્મસીને લગતાં મોડેલ બનાવીને તેને રજુ કર્યા હતા.

૪.      ફાર્મા શેફ ૮૦ પાર્ટીસીપન્સ, જેમાં વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં ફાર્માસીટીકલ પ્રોડક્ટ બનાવીને      તેને લેબલીંગ અને પેકિંગ કર્યુ હતુ.

૫.      રેડીસેટ કેપ્ચર ૩૩પાર્ટીસીપન્સ, જેમાં પાર્ટીસીપન્સને આપેલાં સ્થળ પરથી યોગ્ય ટોપીક ઉપર ફોટા પાડ્યા હતા.

૬.      ક્રેક ધ કેસ ૫૬ પાર્ટીસીપન્સ, જેમાં વિદ્યાર્થીઓને એક કેસ આપવામાં આવેલ હતો અને તે ઉપરથી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીને રજુ કર્યુ હતુ.

૭.      વર્ડ વોર ૪૮ પાર્ટીસીપન્સ,  જેમાં વિદ્યાર્થીઓને ફાર્મસીને લગતો શબ્દ આપવામાં આવ્યો હતો અને તેના છેલ્લા અક્ષર પરથી વિદ્યાર્થીઓએ ફાર્મસીને લગતા શબ્દો બનાવ્યા હતા.

૮.      મિનિટ ટુ વિન ઈટ ૩૬ પાર્ટીસીપન્સ, જેમાં વિદ્યાર્થીઓને ૧ મિનિટની નોન ટેક્નીકલ ગેમ્સ આપવામાં આવી હતી.

સાંજે ૩:૦૦  થી ૫:૦૦ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આજના દિવસની ઈવેન્ટ પૂર્ણ થઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x