ગાંધીનગરમાં વરસાદી માહોલ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો
ગાંધીનગર: ગાંધીનગર શહેરી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય રોગોની સંખ્યામાં વધારો થયો છે, ખાસ કરીને ડેન્ગ્યુના પોઝિટિવ કેસ. ઘણા કિસ્સાઓમાં, ડોકટરો તબીબી રીતે ડેન્ગ્યુના દર્દીનું નિદાન કરે છે અને રાહ જોયા વિના સારવાર શરૂ કરે છે. લેબોરેટરીના રિપોર્ટના અભાવે ડેન્ગ્યુના પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મચ્છરજન્ય ચિકનગુનિયાએ પણ માથું ઉંચક્યું છે જેને લઈને હવે આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. સામાન્ય રીતે વરસાદ પછી રોગચાળાની સ્થિતિ સર્જાય છે. વાયરલ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોના કેસો પણ આ દિવસોમાં વધુ છે. આવું બિનઆરોગ્યપ્રદ વાતાવરણ ચાલી રહ્યું છે.
ગાંધીનગરમાં મેલેરિયા અને ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયાના કેસ પણ નોંધાયા છે. આ મચ્છરજન્ય રોગોના દર્દીઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેના કારણે શહેર અને જિલ્લાના રહેવાસીઓને તેમના ઘરની આસપાસ પાણી ન ભરાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આ વખતે મેલેરિયા કરતા ડેન્ગ્યુના કેસ વધુ વધી રહ્યા છે જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે.ડેન્ગ્યુ માટે તૈયારીઓ આવા દર્દીઓ સરકારી ચોપડે નોંધાતા નથી પરંતુ તેમની સંખ્યા હાલમાં સરકારી ચોપડે નોંધાયેલા પોઝિટિવ દર્દીઓની સંખ્યા કરતા બમણી હોવાનું પણ તબીબો જણાવી રહ્યા છે. ત્યારે આવા બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં ગાંધીનગર સિવિલ ઉપરાંત શહેરમાં ખાનગી દવાખાના પણ દર્દીઓથી ભરેલા છે.