રાષ્ટ્રીય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મદિવસ દેશભરમાં ઉજવવામાં આવશે

દર વર્ષે 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસે, ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર 2014 થી વિવિધ જનસેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન મોદીના ચાર કાર્યક્રમો થશે.નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી આઠ ચિત્તા છોડશે. આ સાથે દેશમાં ચિતા પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ થશે. નામીબિયાથી બોઇંગ 747 ફ્લાઇટમાં ત્રણ નર અને પાંચ માદા ચિત્તાને જયપુર લાવવાના હતા, પરંતુ યોજના બદલાઈ ગઈ. ચિત્તા જયપુરને બદલે ગ્વાલિયર પહોંચશે અને ત્યાંથી તેને હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશ લાવવામાં આવશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આત્મનિર્ભર મહિલા ઉદ્યમીઓના સંમેલનને સંબોધિત કરશે. વિશ્વકર્મા જયંતિ હોવાથી પીએમ મોદી ITIના વિદ્યાર્થીઓને પણ સંબોધિત કરશે. કાર્યક્રમમાં 40 વિદ્યાર્થીઓ ભાગ લેશે. બાદમાં સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી લોન્ચ કરશે અને ભાષણ આપશે.દરમિયાન ભાજપે દેશભરમાં વિવિધ જનસેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સમગ્ર દેશમાં ભાજપ એકમો દ્વારા રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. મોદીના જન્મદિવસ પર, ભાજપ ગરીબોને મદદ કરશે, વિવિધતામાં એકતા કાર્યક્રમ હેઠળ દિવ્યાંગોને મદદ કરશે ઉપરાંત સ્વચ્છતા અભિયાન ચલાવશે. પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ભાજપ ગિફ્ટ ઑફ સર્વિસ નામનું અભિયાન શરૂ કરશે. શ્રમદાનનું મહત્વ સમજીને વિવિધ ક્ષેત્રોમાં શ્રમદાન કરવામાં આવશે. યુપી સહિત ઘણા રાજ્યોમાં તળાવોની સફાઈ કરવામાં આવશે, નદી કિનારે પડેલો કચરો સાફ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ-અલગ સમયે અલગ-અલગ લોકો દ્વારા આપવામાં આવેલી ભેટોની હરાજી તેમના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી ચાલુ રહેશે.

  મોદીએ થોડા દિવસો પહેલા ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, જેની પ્રતિકૃતિ ભેટમાં સામેલ છે. ઉપરાંત, અયોધ્યા મંદિરનું મોડેલ, વારાણસીના કાશી-વિશ્વનાથ મંદિરનું મોડેલ વગેરે ભેટો, જે મોદીને અલગ-અલગ સમયે મળી હતી, તેની નિયુક્ત વેબસાઇટ પર હરાજી કરવામાં આવશે. આ ગિફ્ટમાં પીએમને ખેલાડીઓએ આપેલી ભેટ પણ સામેલ છે. હરાજી માટે મૂળ કિંમત 100 થી 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ હરાજીમાં અંદાજે 20 કરોડ રૂપિયા મળવાની ધારણા છે. હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે પ્રોજેક્ટમાં જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x