ગાંધીનગર

મધુર ડેરી ગાંધીનગરની પર મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ગાંધીનગર :ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., (મધુર ડેરી), ગાંધીનગરની આજરોજ પર મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.વાર્ષિક સધારણ સભાની શરૂઆત કરતા પહેલા આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આજની ‘મન કી બાત’ સૌ હાજર રહેલ દૂધ મંડળીના ચેરમનેશ્રીઓએ સાંભળી હતી. ત્યારબાદ આ વાર્ષિક સાધારણ સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. આ વાર્ષિક સાધારણ સભાના અઘ્યક્ષ માટે સંઘના ચેરમેનશ્રીએ રણાસણ દૂધ મંડળીના ચેરમેન શ્રી જીવણભાઈ દેસાઈ ની વરણી કરી, જે વરણીને રાંધેજા દૂધ મંડળીના ચેરમેનશ્રી જશુજી પરમારે ટેકો જાહેર કર્યો હતો.

નિયામક મંડળ ઘ્વારા લેવાયેલા તમામ એજન્ડાઓને ઘ્યાનમાં લઈ, પસાર કરવામાં આવ્યાં હતાં.વર્તમાન આધુનિક ટેકનોલોજીના પરિવર્તનોને સ્વીકાર કરીને નવી ક્ષિતિજોને આંબવાની હાંકલ સાથે તમામ મંડળીઓના ચેરમેનશ્રીઓની મંજુરીથી વર્ષ ૨૦૨૧-રર ના કાર્યોના ચિતારને બહાલી કરીને આવનાર વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટને વિકાસના મુદ્દાને લીલી ઝંડી આપીને પૂર્ણ થયેલ. આ વાર્ષિક સાધારણ સભાનું સંચાલન સંસ્થાના જનરલ મેનેજર હંસાબેન પટેલે કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x