નવરાત્રી દરમિયાન શક્તિપીઠ તરફ જતા રૂટ પર વધારાની ST બસો દોડાવવામાં આવશે
નવરાત્રિના પવિત્ર પર્વનો પ્રારંભ થતાં જ રાસ ગરબાની મોજ-મસ્તી સાથે ભાવિક ભક્તો પણ માતાજીની આરાધનામાં જોડાશે. બીજી તરફ નવરાત્રિના દિવસે રાજ્યમાં શક્તિપીઠ ખાતે ઘોડાપૂર દર્શન માટે ભક્તોનો ધસારો રહે છે. આ દિવસોમાં વધારાની બસો પણ ચલાવવામાં આવે છે જેથી તેમને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે. જે અંતર્ગત ગાંધીનગર ડેપો દ્વારા પણ મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને શક્તિપીઠ તરફ જતા રૂટ પર બસો દોડાવવામાં આવશે.કોરોના સંકટના બે વર્ષ બાદ રાજ્યભરમાં નવરાત્રીના પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેની તૈયારી પણ ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવી છે.
દસ દિવસ દરમિયાન પૂજાની સાથે રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવશે. બીજી તરફ નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો શક્તિપીઠના દર્શને આવે છે. આમ, દર વર્ષે આ દિવસો દરમિયાન ભક્તોની અવરજવર માટે ડેપો તંત્ર દ્વારા વધારાની બસો પણ દોડાવવામાં આવે છે. જે અંતર્ગત સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દસ દિવસના આ તહેવાર દરમિયાન મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને ગાંધીનગર શહેરમાં વધારાની બસો દોડાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માંગના આધારે નવરાત્રી દરમિયાન અંબાજી, ચોટીલા, પાવાગઢ અને બહુચરાજી તરફના રૂટ પર બસો દોડાવવામાં આવશે.