PFI સામે તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો : 15 શંકાસ્પદોની ATSએ કરી અટકાયત
દેશભરના અનેક રાજ્યોના ૬ થી ૭ શહેરોમાં પીએફઆઇના ઘણા સ્થળો પર એનઆઇએ દ્વારા દરોડા પાડવામા આવ્યા છે.પીએફઆઇ પર એનઆઇએની કાર્યવાહીનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં એટીએસ દ્વારા દરોડા પાડવામા આવ્યા છે. ગુજરાત એટીએસએ આ સંદર્ભે ૧૫ લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે પીએફઆઇના રાજકીય પક્ષ એસડીપીઆઇના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વિદેશમાં બેઠેલા લોકો સાથે તાર જાડાયા હોવાની આશંકા છે. ટેરર ફંડિંગ પર નાકાબંધી કરવા માટે નેશનલ ઈન્વેÂસ્ટગેશન એજન્સીના નિર્દેશ પર દેશની અન્ય એજન્સીઓએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈÂન્ડયાના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે. આઠ રાજ્યોમાં દરોડા દરમિયાન કર્ણાટકના કોલારમાંથી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ સિવાય એસડીપીઆઇના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાંથી ૧૫ લોકોની અટકાયત કરવામાં આવી છે. પીએફઆઇ ગુજરાતમાં સક્રિય નથી, પરંતુ તેનો રાજકીય પક્ષ એસડીપીઆઇ છે. સૂત્રોનું માનીએ તો, જે ૧૫ લોકોની પૂછપરછ કરવામાં આવી છે તેમના તાર વિદેશમાં બેઠેલા કેટલાક લોકો જાડે જાડાયેલા છે. ઉલ્લેખનીય છે કે, ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન સહિત મધ્યપ્રદેશના ૬ થી ૭ શહેરોમાં પીએફઆઇના ઘણા સ્થળો પર એનઆઇએના દરોડા પડ્યા છે. દેશના ૮ રાજ્યોમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં એનઆઇએ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, આસામમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પીએફઆઈના બેઝ પર તાબડતોડ દરોડા પાડવામાં આવ્યા છે. એમપીના અડધો ડઝન શહેરોમાં દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે. એમપી સાથે ૭ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, ગુજરાત, કર્ણાટક, આસામમાં એનઆઇએનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એનઆઇએ દ્વારા આજના સર્ચ ઓપરેશનમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી આઇબી અને રાજ્ય પોલીસની મહત્વની ભૂમિકા છે.રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત, મહારાષ્ટÙ, દિલ્હી, આસામ અને કર્ણાટક સહિત ૯ રાજ્યોમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટÙના ઔરંગાબાદમાંથી ૮, કર્ણાટકના કોલારમાંથી ૬ અને આસામમાંથી ૭ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય એલડીપીઆઇના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે.એનઆઇએની ટીમે મંગળવારે સવારે દિલ્હીના શાહીન બાગમાં દરોડા પાડીને ૩૦ લોકોને કસ્ટડીમાં લીધા હતા. આમાંના કેટલાક વિશે એનઆઇએને મજબૂત માહિતી મળી છે, જ્યારે કેટલાકને શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
આ કાર્યવાહી દરમિયાન શાહીન બાગમાં કેન્દ્રીય સુરક્ષા દળ સીઆરપીએફ તહેનાત કરવામાં આવી હતી મધ્યપ્રદેશ એટીએસએ સોમવારે રાત્રે ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર સહિત ૮ જિલ્લાઓમાં પીએફઆઇ સ્થાનો પર દરોડા પાડીને ૨૨ શકમંદોની ધરપકડ કરી છે. અગાઉ પકડાયેલા ૪ આરોપીઓની પૂછપરછ દરમિયાન એટીએસને આ શકમંદોની માહિતી મળી હતી. તેમની પાસેથી રાષ્ટÙ વિરોધી ડોક્યુમેન્ટ અને ડિજિટલ દસ્તાવેજા મળી આવ્યા છે.ગુજરાતના સુરત, નવસારી, બનાસકાંઠા અને અમદાવાદમાં વિવિધ સ્થળો પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત આતંકવાદી સંગઠન સાથે કનેક્ટેડ લોકોની શંકાના આધારે પૂછપરછ થઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. પાકિસ્તાની સંગઠન પીએફઆઇ સાથે ગુજરાતના કેટલાક જગ્યાના લોકો સીધા કનેક્ટ થતા જે પાકિસ્તાની સંસ્થાના ફંડિંગ સાથે કનેક્ટેડ છે તેઓની બાતમીના આધારે અટકાયત કરવામાં આવી છે.