કલાઇમેન્ટ ચેન્જ વિષય પર સાદરા સંકુલમાં સૂત્ર લેખન સ્પર્ધા યોજાઇ
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા કલાઈમેંટ ચેન્જ વિષય પર સૂત્ર લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લઈ પર્યાવરણ, જળ વાયુ પરિવર્તન, જંગલ, જૈવ વૈવિધ્ય, અને કચરાના નિકાલ નું વ્યવસ્થાપન વિષયોને લગતા સુંદર સૂત્રો બનાવ્યા હતા. સૂત્રો દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને આવનાર સમયમાં પર્યાવરણ ને કેવી રીતે બચાવી શકાય, આજના સમયમાં પીવાના પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે કેટલાક વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની તંગી શરૂ થાય છે તો પાણી કેવી રીતે બચાવવું અને તેનો વિવેક પુર્ણ ઉપયોગ કરવો વગેરે બાબતોને આવરી લેવામાં આવી હતું.
જળ, જમીન અને જંગલ આ ત્રણ બાબતો એવી છે કે પ્રદૂષણ ના કારણે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે એટલે આવા વિષયો ને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓ એ જે સૂત્રો બનાવાયા હતા. જેમાં પ્રથમ નંબરે ઉર્વશી સોલંકી, દ્વિતીય નંબર પર પ્રીતિકા વસાવા, તૃતીય સ્થાને વીણા લુવા એ પ્રાપ્ત કર્યું હતું. નિર્ણાયક તરીકે ની ભૂમિકા ડૉ.દિવ્યેશ ભટ્ટે નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકુલ ના સંયોજક શ્રી ડૉ.રાજેન્દ્ર જોષીના માર્ગદર્શન હેઠળ પોગ્રમ ઓફિસર ડૉ.મોતીભાઈ દેવું એ કર્યું હતું.