ગૂજરાત વિદ્યાપીઠ ના ગ્રામસેવા સંકુલ ખાતે ગાંધી જયંતિ ની વૈવિધ્યપૂર્ણ ઉજવણી કરાઇ
મહાત્મા ગાંધી ની જન્મ જયંતિ જ્યારે વિશ્વ ભરમાં વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ ના મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા 2 જી ઓકટોબર ની વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી.જેમાં પુસ્તક પ્રદર્શન, સમૂહ સફાઈ, સ્વચ્છતા રેલી, ગાંધીવિચાર મનન અને મીમાંસા પરીક્ષા, જેવા ગાંધી વિચાર પ્રેરિત કાર્યક્રમનું આયોજન થયું. સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા અખંડ કાંતણ યજ્ઞ પણ થયો.
આ સમગ્ર કાર્યકમ માં મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ ખાતેના બી. એ, એમ. એ વિભાગ તથા શારીરિક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિભાગ ના વિદ્યાર્થીઓ અને અધ્યાપક શ્રી એવકો જોડાયા હતા. સ્વચ્છતા રેલીને પ્રસ્થાન સંકુલના સંયોજક શ્રી ડૉ.રાજેન્દ્ર જોષી અને શારીરિક શિક્ષણ વિભાગ ના ડીન અને અધ્યક્ષ ડો.જગદીશ ચંદ્ર સાવલિયા એ કરાવ્યું હતું. સમગ્ર આયોજન સંકુલના સંયોજક શ્રી ડૉ રાજેન્દ્ર જોષી ના માર્ગદર્શનમાં પ્રોગ્રામ ઓફિસર ડો. મોતી દેવું અને ડૉ દિવ્યેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયો હતો.