ગુજરાત

કિંજલ દવે હવે ‘ચાર ચાર બંગડી ,હવે નહીં ગાઈ શકે.

 ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેની મુશ્કેલી વધી ગઈ છે. કિંજલ દવેને સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે કે, તે હવેથી ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે. કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવેને આ હુકમ કર્યો છે. સાથએ જ ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કોર્ટમાં થઈ હતી.

ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ દવેની મુશ્કેલી વધી છે. જે ગીતથી કિંજલ દવે દેશ-વિદેશમાં ફેમસ થઈ હતી તે ગીત ‘ચાર ચાર બંગાળી વાલી ગાડી લે દેખો..’ હવે કિંજલ દવે નહીં ગાઈ શકે. અમદાવાદ સેશન્સ કોર્ટે કિંજલ દવે પર આ ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોપીરાઈટ કેસમાં કિંજલ દવે વિરુદ્ધ સેશન્સ કોર્ટે આ આદેશ આપ્યો છે. કિંજલ દવેએ ગાયેલા આ ગીતની સીડી અને કેસેટને બજારમાં વેચવામાં નહીં આવે તેવો આદેશ પણ કોર્ટે આપ્યો છે.ચાર ચાર બંગાળી વાલી ગાડી લે દેઉ ગીતથી કિંજલ દવે દેશ-વિદેશમાં ફેમસ થઈ હતી. આ દરમિયાન એક NRIએ કિંજલ દવે સામે આ ગીત માટે કોપીરાઈટ કેસ કર્યો હતો. આ ગીતના કોપીરાઈટ વિવાદ સંબંધિત મામલાની સુનાવણી આજે અમદાવાદની સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે કિંજલ દવે વિરુદ્ધ આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ અનુસાર, કિંજલ દવે તેના લાઈવ પરફોર્મન્સ અથવા સ્ટેજ કોન્સર્ટમાં ચાર ચાર બંગાળી વાલી ગાડી લે દેવ ગીત ગાઈ શકશે નહીં. કોર્ટના આ આદેશથી કિંજલ દવેને મોટો ઝટકો લાગી શકે છે. આ ગીત કિંજલ દવેની સિગ્નેચર બની ગયું છે.

આ ગીતે તેની લોકપ્રિયતામાં જ વધારો કર્યો.તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના કાઠિયાવાડી કિંગ કહેવાતા યુવકે કિંજલ દવે વિરુદ્ધ કોપીરાઈટ કેસ કર્યો હતો. અગાઉ આ સુનાવણીમાં કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ પ્રોગ્રામમાં ન ગાવા અને તેને ઈન્ટરનેટ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો.કાઠિયાવાડી રાજા તરીકે જાણીતા ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે દાવો કર્યો હતો કે આ ગીત તેણે લખ્યું છે. કિંજલ દવેએ ગીતમાં થોડા ફેરફાર કર્યા અને પોતાના નામે ગાયું. તેણે પોતે 2016માં આ ગીતનો વિડિયો અપલોડ કર્યો હતો અને થોડા સમય બાદ કિંજલ દવેએ કેટલાક ફેરફાર કરીને ઓક્ટોબર 2016માં આ ગીતને યુટ્યુબ પર અપલોડ કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x