ગુજરાત

મેઇન:ભાજપ નેતાગીરીનો સ્પષ્ટ સંદેશો- ગેરશિસ્ત જરાય નહીં ચાલે..!

ગુજરાત ભાજપે પંજાબના સીએમ ભગવંત માનની સાથે સેલ્ફી લઇને શેર કરનાર અમદાવાદ જિલ્લાના અગ્રણી નેતા કિસનસિંહ સોલંકીને પક્ષમાંથી બરખાસ્ત કરીને સંદેશો આપ્યો છે કે ભાજપ આપ પાર્ટીથી કેટલું અંતર જાળવવા માંગે છે. સેલ્ફીને ગેરશિસ્ત માનીને પગલા લેવાયા છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ આવુ કંઇ બને તેમ છે.,ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની એક રાધનપુર બેઠક છે. તે પાટણ જિલ્લાનો ભાગ છે. તે સાત બેઠકોમાંથી એક છે, જે પાટણ (લોકસભા મતવિસ્તાર) બનાવે છે. હાલમાં કોંગ્રેસના રઘુ દેસાઈ રાધનપુરથી વિધાનસભાના ધારાસભ્ય છે. આ બેઠક પર અંદાજીત 2,69,842 મતદારો છે.

જેમાં પુરૂષ મતદારો 1,40,291 છે અને સ્ત્રી મતદારો 1,29,548 છે. આ બેઠક પર અંદાજે 326 મતદાન મથકો છે. આ બેઠક માટે એક ફુલ દો માલી જેવી સ્થિતિ બની રહી છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર આ બેઠક માટે ભાજપની કૂકરી ગાંડી કરે તો નવાઇ નહીં.રાજ્યમાં ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તમામ રાજનૈતિક પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે રાધનપુરમાં બનાસડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી સામેલ થયા હતા. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના રાધનપુરથી ચૂંટણી લડવાના હુંકારથી રાજકારણ ગરમાયું છે.દારૂ બંધ કરાવવા દરોડા પાડનાર અલ્પેશ ઠાકોર જાણે ગુજરાત ચૂંટણી માટે હુંકાર કરતા હોય તેમ સંબોધનમાં જણાવ્યુ કે, ‘મારે પરણવું છે અહીંથી તમારે મને પરણાવવાનો છે. આ સાથે શંકર ચૌધરીએ પણ સંબોધનમાં જણાવ્યુ હતુ કે, ગયા વખતે જાન માંડવેથી પરત ફરી હતી આ વખતે બાકી ન રહી જાય તેમ પરણાવજો.’આ કાર્યક્રમમાં શંકર ચૌધરીએ સંબોધનમાં લવિંગજીનું પત્તુ કપાય તેવા સંકેતો આપતા નિવેદન જણાવતા કહ્યુ કે, ‘ગયા વખતે અમને બાકી રહી ગયું છે.

જાન છેક માંડવેથી પરત આવી છે. આ વખતે બાકી ન રહી જાય તમે પરણાવજો. લવિંગજી તમે અલ્પેશના સખાયા બનજો.’ અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીનું નામ લીધા વગર કહ્યું, એ ત્યાં જવાના છે અને હું અહીંયા. મારે અહીંથી પરણવુ છે તમારે મને અહીંયાંથી પરણાવવાનો છે. રાધનપુરમાં કોઈ અસામાજિક તત્વો માથું ન ઉંચકે અને લોકોને રોજગારી માટે અહીંથી બહાર ન જવું પડે તેવા કામ કરવાના છે.અલ્પેશ ઠાકોરનો એક વિડીયો પહેલા પણ ભારે ચર્ચામાં હતો. જેમા તે કહેતા સંભળાય છે કે, હું 2022ની ચૂંટણી રાધનપુરથી જ લડવાનો છું અને તમારે મને જીતાડવાનો છે. નોંધનીય છે કે, રાધનપુરમાં સમૂહ લગ્ન યોજાયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે આ નિવેદન કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકીની એક રાધનપુર બેઠક છે. તે પાટણ જિલ્લાનો ભાગ છે. તે સાત બેઠકોમાંથી એક છે, જે પાટણ (લોકસભા મતવિસ્તાર) બનાવે છે. હાલમાં કોંગ્રેસના રઘુ દેસાઈ રાધનપુરથી વિધાનસભાના ધારાસભ્ય છે. આ બેઠક પર અંદાજીત 2,69,842 મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1,40,291 છે અને સ્ત્રી મતદારો 1,29,548 છે. આ બેઠક પર અંદાજે 326 મતદાન મથકો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x