ગાંધીનગર

હર્ષદ રિબડિયાની વિધિવત ભાજપમાં એન્ટ્રી, કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો 

ગાંધીનગર,તા.૬ સૌરાષ્ટÙના દિગ્ગજ નેતા હર્ષદ રિબડિયાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. હર્ષદ રિબડિયાએ પંજાનો સાથ છોડી હવે કમલનો હાથ પકડી લીધો છે. મહિતી પ્રમાણે હર્ષદ રિબડિયા ભાજપની ટિકિટ પર વિસાવદરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.મહત્વનું છે કે, હર્ષદ રિબડિયા સૌરાષ્ટ્‌ર્ના દિગ્ગજ નેતા છે.

હર્ષદ રિબડિયા ભાજપની ટિકિટ પર વિસાવદરથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. ૨૦૦૭માં તેઓ કોંગ્રેસમાં જાયાડા હતા અને હવે તેઓ વિધિવત રીતે ભાજપમાં જાડાઈ ગયો છે.હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ફક્ત ગણતરીના જ દિવસો બાકી છે. આવા સમયે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમા ખડભડાટ મચી ગયો છે. હવે હર્ષદ રીબડિયા આજે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. બે દિવસ પહેલા રાજીનામું આપ્યા બાદ આજે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. પોતાના કાર્યકર્તાઓ સાથે હર્ષદ રિબડીયા વિધિવત ભાજપમાં જાડાઈ ગયા છે.ઉલ્લેખનીય છે કે, રીબડિયાએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતું. તેમણે વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ. કોગ્રેસને છોડ્યા બાદ હર્ષદ રિબડીયા ટૂંક જ સમયમાં કેસરિયા ધારણ કરી લીધો છે. આ સાથે જ હર્ષદ રીબડિયાને લઈને કોંગ્રેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. કારણ કે, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હર્ષદ રિબડિયા પર ખુબ જ સનસનીખેજ આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ પ્રભારી શર્માએ કહ્યું કે રીબડિયાને આ માટે કરોડોનો ઓફર થઈ હતી. પહેલા તો તેમણે ના પાડી હતી. પણ હવે તેઓ પૈસા માટે થઈ કોંગ્રેસ છોડી રહ્યા છે. પૂરા કરશે.હર્ષદ રિબડિયાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોપ્યું હતું. જણાવી દઈએ કે, હર્ષદ રિબડિયાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી દીધુ હતું. હર્ષદ રિબડિયાએ સ્પીકર નીમાબેન આચાર્યને મળ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ બાદ, સ્પીકર નીમાબેન આચાર્ય દ્વારા ધારાસભ્યનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતુ. એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x