રેરા નિયમો અંગે ગુજરાત સહિત ૧૧ રાજ્યોને સુપ્રીમ કોર્ટની નોટિસ
સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત તેમજ ઉત્તર પ્રદેશ બંગાળ અને મધ્યપ્રદેશ સહિત ૧૧ રાજ્યો માં રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એટલે કે રેરા એક્ટ લાગુ કરવા સંબંધી પ્રશ્નો કરવામાં આવ્યા છે અને આ તમામ રાજ્ય પાસેથી ચોખવટ માગવામાં આવી છે.સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સહિતના તમામ ૧૧ રાજ્યોને વિસ્તૃત જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે અને જા જવાબ આપવામાં નહીં આવે તો તમામ રાજ્યોના મુખ્ય સચિવોએ વ્યÂક્તગત રૂપમાં અદાલતમાં હાજર થવું પડશે.
ન્યાયમૂર્તિ ચંદ્ર ચુડ અને ન્યાયમૂર્તિ હીમા કોહલી ની બનેલી ખંડપીઠિકાએ આ અંગેની સુનાવણી દરમિયાન એમ કહ્યું હતું કે જા રાજ્ય સરકારો જવાબ આપવામાં નિષ્ફળ રહેશે તો એમણે કારણ દર્શાવવું પડશે કે એમની સામે શા માટે કાર્યવાહી કરવામાં ન આવે.સુપ્રીમ કોર્ટ એમ પણ કહ્યું છે કે ગત ૧૨ મી ઓગસ્ટ ના પાછલા આદેશ હોવા છતાં બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઝારખંડ મધ્ય પ્રદેશ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટÙ મણીપુર મિઝોરમ અને ઓડિશાએ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો નથી.
સુપ્રીમ કોર્ટે આ બારામાં નારાજી દર્શાવી છે.હવે આ તમામ રાજ્યોને વિસ્તૃત જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને જા નવા રજૂ કરવામાં નહીં આવે તો તમામ રાજ્યોના મુખ્ય સચિવો એ વ્યÂક્તગત રૂપમાં અદાલત સમક્ષ હાજર થવું પડશે અને જવાબ આપવો પડશે.