મિશન 182 માટે ભાજપનો એક્શન પ્લાન તૈયાર! શાહ 13 ઓક્ટોબરે ફરી ગુજરાતની મુલાકાતે
ધવલ પરીખ/નવસારી: વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરી ચાલી રહી છે. ત્યારે ભાજપે આદિવાસી પટ્ટા પર ફોકસ કર્યું છે. જેમાં ભાજપના ચૂંટણી નિષ્ણાત અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં નવસારીની વાંસદા બેઠક વર્ષોથી કોંગ્રેસ પાસે છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવસારીના વાંસદા મતવિસ્તારમાં આવેલા ઉનાઈમાં ઉષ્ણા અંબાના દર્શન કર્યા બાદ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમન પહેલા જ ભાજપે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગૌરવ યાત્રાના પ્રારંભે દક્ષિણ ગુજરાતમાંથી અંદાજિત 50,000 લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
જે અંતર્ગત આજે ઉનાઈમાં મુખ્યમંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પુરવઠા મંત્રી નરેશ પટેલના નેતૃત્વમાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં દરેક આગેવાનોને તેમની જવાબદારી સોંપવામાં આવી છે.ભાજપ આ યાત્રા દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આદિવાસીઓ તેમજ અન્ય સમુદાયો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીની આ બેઠક આદિવાસી વિસ્તારમાં ઘણી મહત્વની બની રહેશે.