બુરે ફસે કેજરીવાલ..! હિન્દુ વિરોધી બેનરોની હારમાળા હાર તરફ લઇ જશે…?!
ગુજરાત સર કરવા નિકળેલા આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલ તેમના એક મંત્રીના કારણે બરાબરના ફસાઇ ગયા હોય તે રાજકીય ચિત્ર બની રહ્યું છે. રાજકારણમાં ક્યારે શું બને તે કાંઇ ચોક્કસ કહી શકાય નહીં એ માન્યતા અનુસાર એકાએક બાજી પલટાઇ રહી હોય તેમ કેજરીવાલ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા હોવા પોસ્ટર-બેનરો ઠેર ઠેર મૂકાતા ગુજરાતની મુલાકાત ટાણે જ કેજરીવાલ અને તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન મુશ્કેલીમાં મૂકાય તો કહેવાય નહીં.રાજકારણમાં ચૂંટણીઓ વખતે એક નિવેદન એક ઘટના ચિત્ર બદલી નાંખે છે. સોનિયા ગાંધીએ મોદજીને મૌત કા સૌદાગર કહેતા આખુ ચિત્ર બદલાઇ ગયું હતું. મણિશંક ઐયરે મોદી માટે નિમન શબ્દનો ઉપયોગ કરતાં કોંગ્રેસને સહન કરવુ પડ્યું હતું. આ દાખલા કાંઇ દૂરના નથી. અને હવે વારો આવ્યો છે કેજરીવાલનો.આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે.
બીજી તરફ તેમની વિરુદ્ધ રાજ્યના વિવિધ શહેરોમાં પોસ્ટર્સ લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે પાંચમી ઓક્ટોબરે દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં ગયા હતા. જ્યાંનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, મંત્રીની હાજરીમાં લોકોને શપથ લેવડાવવામાં આવી હતી કે તેઓ હિન્દુ દેવી દેવતાઓની પૂજા નહીં કરે અને ન તો ઈશ્વરને માનશે, બોદ્ધ ધર્મનો આ કાર્યક્રમ વિજયાદશમી પર કરોલબાગના રાની ઝાંસી રોડ પર આવેલા આંબેડકર ભવનમાં થયો હતો. જેમાં તેઓ સામૂહિક રીતે લોકોનું ધર્મ પરિવર્તન કરાવતા જોવા મળ્યા હતા. જેના વિરોધમાં ગુજરાતમાં ઠેર-ઠેર અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હોઈ શકે છે.રાજકોટ, સુરત અને અમદાવાદમાં અરવિંદ કેજરીવાલના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘હુ હિંદુ ધર્મને પાગલપલ માનું છું.’, ‘હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઈ હિંદુ ક્રિયાઓ કરીશ નહીં.’, ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઈશ્વર માનીશ નહી.’ આવા લખાણો સાથેના પોસ્ટરો વિવિધ શહેરોમાં ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે.અમદાવાદમાં પણ આમ આદમી પાર્ટી હિંદુ વિરોધી હોવાના પોસ્ટર લાગાવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમા આવા પોસ્ટરો લગાવામાં આવ્યા છે. રાજ્યમાં ઠેર-ઠેર અરવિંદ કેજરીવાલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિંદુ હિત રક્ષક સમિતિએ પોસ્ટરો લગાવ્યા હોવાની માહિતી મળી રહી છે. દિલ્હીમાં ધર્માંતરણ વખતે આપના મંત્રીએ હિંદુ વિરોધી વાતો કરતા મુદ્દો ગરમાઈ ગયો છે. શહેરમા ‘હું હિંદુ ધર્મ ને પાગલપન માનું છું’ના પોસ્ટરો લગાવામાં આવ્યા છેસુરતમાં પણ AAP નેતા રાજેન્દ્ર પાલનો વીડીયો વાયરલ થયા બાદ બાદ રાજકારણ ગરમાયું છે. સુરતમાં ઠેર-ઠેર અરવિંદ કેજરીવાલ હિંદુ વિરોધી છે તેના પોસ્ટરો લાગવામાં આવ્યા છે. સુરતમાં સીટી વિસ્તારમાં કેજરીવાલના મોટા મોટા બેનરો લગાવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના ફોટો સાથે મોટા પોસ્ટરો લગાવામાં આવ્યા છે. જેમાં તેઓ હિંદુ વિરોધી છે તેવા લખાણો લખવામાં આવ્ચા છે.અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવેલા છે, ત્યારે તેમના વિરોધમાં વિવિધ શહેરોમાં તેમના વિરોધમાં પોસ્ટરો લગાવામાં આવ્યા છે. બે દિવસ દરમિયાન વડોદરા, દાહોદ, વલસાડ, બોરડોલી ખાતે તેઓ સભા કરવાના છે. પરંતુ ગુજરાતમાં તેમના પોસ્ટર્સ લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ સરકારના મંત્રી રાજેન્દ્ર પાલના વિવાદાસ્પદ વીડિયોને લઈને ગુજરાતમાં તેમનો વિરોધ રહ્યો છે.
કેજરીવાલના આગમન પૂર્વે વડોદરામાં પણ વિવાદિત પોસ્ટર લગાવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલના એક મંત્રીએ જાહેર કાર્યક્રમમાં હિંદુ ધર્મ વિરોધી લોકોના બીજા ઘર્મમા જોડવા માટે અને હિંદુ દેવી-દેવતાને ન પૂજવાના શપથ લેવડાવ્યા હતા. જેના કારણે દેશભરમાં આમ આદમી પાર્ટી સામે વિરોધ વંટોળ ચાલી રહ્યો છે. આજે વડોદરામાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવંત માન રોડ શો યોજવાના છે. જે પહેલા વડોદરામાં વિવાદિત પોસ્ટર લાગતા મુદ્દો ચર્ચાએ ચઢ્યો છે. વડોદરામાં કેજરીવાલના આગમન પગલે વિવાદિત પોસ્ટરોને આપના કાર્યકર્તા ફાડતા જોવા મળ્યા હતા.