ગુજરાત

અમૂલે ફરી એકવાર દૂધના ભાવમાં રૂ2.નો વધારો કર્યો 

ભારતની પ્રખ્યાત ડેરી અમૂલે મોંઘવારીનો માર મારતા લોકોને વધુ એક ઝટકો આપ્યો છે. દેશના સૌથી મોટા તહેવાર દિવાળી પહેલા શહેરીજનોને મોટો ઝટકો લાગ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે કોઈપણ પ્રકારની ઔપચારિક જાહેરાત કર્યા વિના ચૂપચાપ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

નવા ભાવ આજથી લાગુ થશે. આ પહેલા 17 ઓગસ્ટે અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારે આ ભાવવધારો લોકોનું બજેટ બગાડી શકે છે. નવી કિંમત અન્સાર, અમૂલ શક્તિ દૂધ હવે 50 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ સોના 62 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ તાજ 56 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે.દેશભરની પ્રખ્યાત ડેરી અમૂલે દિલ્હીમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. તેનાથી તહેવારો પર સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે.

નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. ત્યારે દિવાળી કેવી રીતે ઉજવવી તે લોકોને સમજાતું નથી. બીજી તરફ અમૂલે ચૂપચાપ ભાવ વધારો કરીને લોકોને ચોંકાવી દીધા છે. છેવટે, આ રીતે ભાવ વધારવાનું કારણ શું હોઈ શકે?અમૂલે ઓગસ્ટમાં દૂધના ભાવમાં વધારો કર્યો તે સમયે ભાવ વધારાની વાત કરી હતી. ઘાસચારામાં મોંઘવારીનો દર હવે રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x