ગુજરાતમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ, વહેલી પરોઢે ઠંડીનો ચમકારો
રાજ્યમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઇ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આ વર્ષે સર્જાયેલા હવાનાં હળવા દબાણનાં કારણે, ચોમાસુ ઋતુ લંબાવવા સાથે શિયાળાની શરૂઆત મોડી થઈ રહી છે. જો કે રાત્રીનું તાપમાન નીચુ જતા વહેલી પરોઢે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.ચોમાસાની સિઝને વિદાય લેતાની સાથે જ રાજયભરમાં શિયાળાની અસર વર્તાવવા લાગી છે. આ વર્ષે જાણે પાછલા બારણે ઠંડીનાં પગરવ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે અને મોડીરાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
જયારે બપોરે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. આગામી દિવસ બેવડી સિઝનનો અનુભવ થતો રહેશે.શિયાળાની ફુલગુલાબી ઠંડીથી શરૂઆત થતા મોટાભાગના શહેરમાં ઠંડીનો પારો ગગડ્યો,ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે શિળાયાની સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે.
જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીની મજાલેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, વહેલી સવારે મોનિંગ વોક માટે નિકળી જવું એ પણ એક લાહવો હોય છે. રાજ્યમાં ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે, મોટા ભાગના શહેરોમાં નીચું તાપમાન જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વીય પવનોને લીધે ડિસેમ્બરમાં ઠંડી વધવાની શક્યાતાઓ પણ સેવી છે.