આવતીકાલે ગુજરાતના લોકોને મોટી ભેટ આપશે પ્રધાનમંત્રી મોદી, PMOએ કર્યું એલાન
કિસાન સન્માન નિધિનો ૧૨મો હપ્તો ૧૭ ઓક્ટોબરે જમા થશે કિસાન સન્માન નિધિ યોજનાના ૧૨ મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામા જમા કરવાની સરકારે તારીખ જાહેર કરી છે. જા તમે પણ ૧૨માં હપ્તાની રાહ જાઈ રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે.જા તમે પણ ૧૨માં હપ્તાની રાહ જાઈ રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં ૧૭ ઓક્ટોબરે પીએમ કિસાન યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ ખેડૂતોને ૧૬,૦૦૦ કરોડ રૂપિયા જમા કરશે.
સરકાર ૧૭ ઓક્ટોબરે લાભાર્થી ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ની રકમ જમા કરી દેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજનાને પીએમ મોદીએ ૨૦૧૯માં લોન્ચ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશભરના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને ખેતીલાયક જમીનની સાથે આવક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ વાર્ષિક ?૬૦૦૦ની રકમ ?૨૦૦૦ના ૪ હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ આપવામાં આવે છે.
નાણાકીય વર્ષમાં પીએમ કિસાનનો હપ્તો ત્રણ વખત જમા થાય છે. પ્રથમ એપ્રિલ અને જુલાઈની વચ્ચે, બીજું ઓગસ્ટ અને નવેમ્બરની વચ્ચે અને ત્રીજું ૩ ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.પીએમ મોદી આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબરના સાંજના 4 વાગ્યે ગુજરાતના લોકોને નવા આયુષમાન કાર્ડની ભેટ આપશે.પીએમ મોદી આવતીકાલે ગુજરાતના લોકોને આપશે આયુષમાન કાર્ડની ભેટ 50 લાખ લોકોને રંગબેરંગી આષુયમાન કાર્ડ વિતરીત કરવામાં આવશે મા યોજનાને પીએમ આયુષમાન યોજનામાં રુપાંતરિત કરાઈ છે. લોકોને 5 લાખનો આરોગ્ય વીમો આપતી કેન્દ્ર સરકારની મોટી યોજના PMJAY-MA યોજના આયુષમાન કાર્ડના ગુજરાતના લાભાર્થીઓને આવતીકાલે તેમના નવા કાર્ડ મળી રહ્યાં છે. પીએમ મોદી આવતીકાલે સાંજના 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને નવા આયુષમાન કાર્ડ સોંપશે. પીએમ મોદીના કાર્યક્રમ બાદ લાભાર્થીઓનું ઇ-કેવાયસી કર્યા પછી, રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળની સૂચિબદ્ધ એજન્સીઓ દ્વારા, ગુજરાતભરના તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે છાપેલ 50 લાખ રંગીન આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવશે.આયુષમાન કાર્ડ હેઠળ હોસ્પિટલોમાં 5 લાખની આર્થિક સહાય મળે છે. લોકોએ આ કાર્ડ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નોંધણી કરાવતી પડતી હોય છે. પહેલા આ યોજના મા કાર્ડ તરીકે ચાલતી હતી પરંતુ પાછળથી તેને નેશનલ યોજનામાં ભેળવી દેવામાં આવી હતી.
ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન તરીકે, વડા પ્રધાને 2012 માં “મુખ્યમંત્રી અમૃતમ (MA)” યોજના શરૂ કરી હતી જેથી ગરીબ નાગરિકોને તબીબી સારવાર અને બીમારીનો ઈમરજન્સી ખર્ચથી બચી શકે. MA” યોજના એવા પરિવારોને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવી હતી કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. 4 લાખ હોય ત્યાર બાદ આ યોજનાને અન્ય કેટલાક જૂથોમાં પણ વિસ્તારવામાં આવી હતી. આ યોજનાને મુખ્ય મંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) યોજના તરીકે ફરી લોન્ચ કરાઈ હતી.