ગાંધીનગર

એક વર્ષથી પૈસા દબાવી બેઠેલી સાબરમતી ગેસ એજન્સી “ન તો કનેક્શન આપે છે ન તો જવાબ”

ગેસ એજન્સી “ન તો કનેક્શન આપે છે ન તો જવાબ

 

– શહેરનો કેટલાક વિસ્તાર હજુ સાબરમતી ગેસની સેવાથી વંચિત

રજિસ્ટ્રેશન ચાર્જ ભરાયાના ૧ વર્ષ પછી પણ ગેસ કનેકશન અપાયા નથી ઃ અધિકારીઓ પણ યોગ્ય જવાબ આપતા ન હોવાનો આક્ષેપસાદરામાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા પાઈપ લાઈનથી ગેસ પૂરો પાડવાની યોજનાની ૧ વર્ષ અગાઉ જોરશોરથી જાહેરાત કરાઈ હતી.

ગેસ કનેકશન ઈચ્છતા ગ્રાહકો પાસેથી ૧ વર્ષ અગાઉ રજીસ્ટ્રેશન ચાર્જ અને ડોકયુમેન્ટ ઉઘરાવાયા હતા.પરંતુ બે વર્ષ પછી પણ નગરનો અમુક વિસ્તાર આ યોજનાથી વંચીત રહેતા નારાજ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. નવા કનેક્શનના પૈસા ભર્યા પછી એક વર્ષ થયાં છતાં હજુ બાકી છે લાલીયાવાડી કારણે કેન્સલ કરવાની ઈચ્છા વ્યક્ત કરાઇ હતી અને વહેલામાં વહેલી તકે પ્રશ્નો ઉકેલી સરકારની આ મહત્વકાંક્ષી યોજનાનો લાભ નગરજનોને પહોંચાડવા માંગ ઉઠાવાઈ હતી.

૧ વર્ષ અગાઉ મોડાસામાં ગેસ પાઈપ લાઈન હિંમતનગરથી લંબાવવામાં આવી હતી. આ પાઈપ લાઈનના ગેસથી ગેસ પંપો પણ શરૂ કરાયા હતા. પરંતુ જેતે સમયે સાદરામાં પાઈપ લાઈન થી પીએનજી ગેસ પહોંચાડવાની યોજનાની મસ મોટી જાહેરાત ફુગ્ગામાં ભરેલા હાઈડ્રોજન ગેસની જેમ હવામાં ઉડી હોય એમ ૧ વર્ષ પછી પણ આજે સાદારનો કેટલાક વિસ્તાર સાબરમતી ગેસની સેવાથી વંચીત બની રહયો છે.પરંતુ આ રજુઆત કર્મીઓનો રોષ થાળે પાડવા હાજર અધિકારીઓ પાસે યોગ્ય જવાબ મળી શકયો ન હતો.સાબરમતી ગેસ એજન્સીના ઉચ્ચ અધિકારીઓને ફોન કરતા આ અધિકારી પણ જવાબ આપવાનું ટાળ્યું હતું.ત્યારે સાબરમતી ગેસ એજન્સીની સેવાથી વંચીત નગરના મોટાભાગની સોસાયટી અને ગામતળના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x