ગુજરાત

સરકારી નોકરી માટે વધુ એક તક: આ વિભાગમાં 823 જગ્યાઓ માટે ભરતી થશે

રાજ્ય સરકાર વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરી રહી છે અને રાજ્યના યુવાનોને સરકારી સેવાઓનો લાભ મળી શકે તે માટે તબક્કાવાર ભરતીઓ કરવામાં આવી રહી છે. આ અંગે વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્યના વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુમાં વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. આ અંતર્ગત વન વિભાગ હેઠળ ફોરેસ્ટ ગાર્ડ (બીટગાર્ડ) વર્ગ-3ની કુલ 823 જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા સંબંધિત સૂચના પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા તા. 1/11/2022 થી તારીખ 11/2022 થી 15/11/2022 સુધી રહેશે. આ ઉપરાંત આ ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના લાભ માટે ઈ-પે સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. તેથી ઉમેદવારો તેમના ઘરેથી ફી ભરી શકે છે અથવા નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને ફી ચૂકવી શકે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ફોર્મની ચકાસણી બાદ, માન્ય ફોર્મની સંખ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો વગેરેની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને, વહેલી તકે પરીક્ષા યોજીને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને તેમના જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી કરાવવા વિનંતી કરવામાં આવે છે જેથી ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

આ બાબતે તાત્કાલીક નિર્ણય લઈ રાજ્ય સરકારે અગાઉ વહીવટી કારણોસર મુલતવી રહેલ ભરતી પરીક્ષા પૂર્ણ કરી નવસારની ખાલી પડેલી જગ્યાઓ માટે નવેસરથી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. બીટગાર્ડ એ જંગલ અને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે ખૂબ જ મૂળભૂત હોદ્દો છે. સરકારને વિશ્વાસ છે કે આવા બીટગાર્ડ રાખવાથી જંગલો અને જંગલી પ્રાણીઓના સંરક્ષણ-પ્રોત્સાહનમાં અને જંગલોની આસપાસ રહેતા આદિવાસીઓના ઉત્થાનમાં મદદ મળશે.ઉલ્લેખનીય છે કે અગાઉ ફોરેસ્ટ ગાર્ડની કુલ 334 જગ્યાઓ પર સીધી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં આ 334 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી ખાલી પડેલ બીટગાર્ડ વર્ગ-3ની ભરતી માટે તાત્કાલિક ધોરણે નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો. તદનુસાર, શારીરિક કાર્યક્ષમતા કસોટી પૂર્ણ કરવામાં આવી છે. આ 334 પોસ્ટમાંથી 283 સફળ ઉમેદવારો છે. જેમાં 48 જગ્યાઓ ખાલી છે જ્યારે બાકીની 48 નવી 775 જગ્યાઓ ઉપરાંત કુલ 823 જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x