ડિફેન્સ એક્સપો ગુજરાતની ઓળખને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે, વાંચો PM મોદીના સંબોધનની હાઈલાઈટ્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે તેમણે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું.જે બાદ તેમણે આ પ્રસંગે સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે ડિફેન્સ એક્સ્પો આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે. ડિફેન્સ એક્સ્પો યોજાયો નવા ભારતની ભવ્ય તસવીર. આ યુવા શક્તિ, નિશ્ચય, હિંમત અને કોઠાસૂઝનું ઉદાહરણ છે. મિત્ર દેશો માટે સહકારની ઘણી તકો છે. આ ડિફેન્સ એક્સપોમાં પ્રથમ વખત માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે.
આ ડિફેન્સ એક્સ્પોમાં ફક્ત ભારતમાં જ બનેલા સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યું કે ભવિષ્યને ઘડનારા યુવાનો અવકાશ ટેકનોલોજીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. ડિફેન્સ એક્સ્પો યુવાનો માટે ભવિષ્યની બારી સમાન છે. મને મારા દેશની યુવા પેઢીમાં વિશ્વાસ છે. ડિફેન્સ એક્સપોથી ગુજરાતની ઓળખને નવી ઊંચાઈ મળી રહી છે. ડીસા આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર છે. ડીસા, બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સિતારો દૂર દૂર સુધી ચમકી રહ્યો છે.
ડીસા દેશની સુરક્ષાનું અસરકારક કેન્દ્ર બનશે. બનાસકાંઠા, પાટણ ગુજરાતમાં સોલાર પાવર હબ તરીકે ઉભરી આવ્યા છે. એ જ બનાસકાંઠા, પાટણ દેશ માટે હવાઈ શક્તિનું કેન્દ્ર બનશે. મિશન ડિફેન્સ સ્પેસ દેશના ખાનગી ક્ષેત્રને તેની ક્ષમતાઓ દર્શાવવાની તક આપશે. સ્પેસ ટેક્નોલોજી ભારતની ઉદાર વિચારસરણી માટે નવી શક્યતાઓને જન્મ આપી રહી છે. આ ટેક્નોલોજીનો લાભ નાના દેશોને મળી રહ્યો છે.