રાફેલ મુદ્દે ફ્રાંસની મીડિયાએ પણ ઉઠાવ્યાં સવાલ, HAL નાં સ્થાને અંબાણીને કઈ રીતે મળી ડીલ ?
દિલ્હી :
ફ્રાન્સ મીડિયાએ પણ ભારતમાં ચાલી રહશે રાફેલ કૌભાંડની સરખામણી 1980 ના દશકામાં થયેલા બોર્ફોસ કૌભાંડ સાથે કરીને સવાલો ઉભા કર્યા છે. ફ્રાન્સના મુખ્ય અખબાર ફ્રાન્સ24 એ કહ્યું હતું કે આખરે કઈ રીતે 2007 માં શરુ થયેલ ડિલમાંથી 2015 માં હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડને બહાર કરીને ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ડિફેન્સને સામેલ કરી દેવામાં આવી ?
ફ્રાન્સ 24 એ લખ્યું છે કે રાફેલ ડિલની શરૂઆત 2007 માં શરુ થઇ ત્યારે ભારતીય રક્ષા મંત્રાલયએ 2007 માં પોતાનું સૌથી મોટું ટેન્ડર બહાર પાડતાં 126 મલ્ટીરોલ લડાકુ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી. રક્ષા મંત્રાલયને આ ખરીદદારી એટલા માટે કરવામાં આવી કે તે સમયે દેશમાં વપરાઈ રહેલ રશિયન વિમાનો જુના થઇ ગયા હતા તેમજ સુરક્ષા પડકારોને પહોંચી વળવા સક્ષમ નહોતા.