દહેગામમાં 9 કરોડના ખર્ચે 50 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમૂહૂર્ત કરાયું
હેલ્થ સેન્ટરમાં 9 કરોડના ખર્ચે 50 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. 9 કરોડના ખર્ચે એક વર્ષના સમયગાળામાં પૂર્ણ થનારી આ અત્યાધુનિક હોસ્પિટલમાં ઓપીડી કન્સલ્ટિંગ સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ રૂમ, આઈસીયુ, એનઆઈસીયુ, મેઈલ વોર્ડ, મહિલા વોર્ડ જેવી સુવિધાઓ હશે. દહેગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અંદાજિત નવ કરોડના ખર્ચે 50 પથારીની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગાયનેકોલોજી વોર્ડ, આઇસોલેશન વોર્ડ, મીની ઓપરેશન થિયેટર, ઓપરેશન થિયેટર, ઓર્થોપેડિક્સ, આંખ, દાંત અને ઇમરજન્સી સારવાર, ઇન્જેક્શન અને ડ્રેસિંગ રૂમ, ડાયાલિસિસ સેન્ટર અને દર્દીઓ માટે તાત્કાલિક સંભાળ વિભાગ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
તે શહેર અને તાલુકાના લોકો માટે વરદાન સમાન છે.આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ પીનાબેન શાહ, ઉપપ્રમુખ નિકુલભાઈ બારોટ અને કાર્યકારી પ્રમુખ રોહનભાઈ અમીન, દહેગામ શહેર ભાજપ પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા, તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો અને આગેવાનો અને દહેગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.