દેશભરમાં બજારોમાંથી દિવાળીની ૧.૭૫ લાખ કરોડની ખરીદીઃ ૪૦ ટકાનો વધારો
દિવાળી દરમ્યાન માર્કેટમાં વેપાર વધવાની આશા આ વર્ષે ઉજળી દેખાઈ રહી હતી. વળી, તમામ નિયમો અને પ્રતિબંધો દૂર થતાં લોકોમાં સીઝનની ખરીદીનો ઉત્સાહ પણ વધુ જાવા મળ્યો હતો. આ વર્ષે દિવાળી સીઝન દરમ્યાન દેશમાં ઓફલાઈન ટ્રેડમાં એક અંદાજ પ્રમાણે ૧.૭૫ લાખ કરોડનો વેપાર થયો છે. જે ગત વર્ષની તુલનાએ ૪૦ ટકાથી વધુ છે. ૨૦૨૧ની સાલમાં આ આંકડો ૧.૨૫ લાખ કરોડનો હતો, એવું દૈશના એક વેપારી સંગઠનનું કહેવું છે.
આ વર્ષે ભારતમાં નિર્મિત માલ ખરીદવા તરફ દેશવાસીઓનું જાર રહેતાં ચીની માલનું માર્કેટમાં ખુબ ઓછું વેચાણ થયું છે. આથી ચીનને લગભગ ૭૫ હજાર કરોડના નુકશાનનો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો છે. જેથી સ્પષ્ટપણે એ સૂચિત થાય છે કે, વડાપ્રધાનની લોકલ પર વોકલ તેમજ આત્મનિર્ભર ભારતની અપીલની દેશભરમાં વ્યાપક અસર જાવા મળી છે.
કૈટના અધિકારીઓએ જણાવ્યું કે, જે રીતે તહેવારની સીઝનમાં માર્કેટમાં ભીડ ઊમટી હતી. તેણે ઈ-કોમર્સ વેપાર દેશની રિટેલ માર્કેટ પર કબજા જમાવી લેશે એ ભયનો છેદ ઉડાડી દીધો છે. કૈટે દિલ્હી, મુંબઈ, પુણે, નાગપુર, સૂરત, અમદાવાદ, ભોપાલ, ઈંદોર, કલકત્તા, હૈદરાબાદ, ચેન્નઈ, પોÂન્ડચેરી, બેંગ્લોર, રાયપુર, રાંચી, ભુવનેશ્વર, કાનપુર, ઝાંસી, વારાણસી, તિનસુકિયા, જમ્મુ, જમશેદપુર, તિરુઅનંતપુરમ, પટના, ચંડીગઢ, અમૃતસર, લુધિયાના, ગુડગાંવ જેવા શહેરોમાં કરેલ સર્વે પરથી આ આંકડો જાણી શકાયો છે.
દિવાળી દરમ્યાન ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, અનાજ-કરિયાણા સાથે કિચન તેમજ ઘર સજાવટ, પૂજાની વસ્તુઓ તેમજ કપડાના વેચાણનું પ્રમાણ વધુ રહ્યું છે. દરમ્યાન કુંભાર, કંદોઈનો વેપાર પણ સારો જામ્યો હોવાનું જણાવી કૈટના મહારાષ્ટÙ પ્રદેશ મંત્રી સુરેશ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, દિવાળી બાદ હવે લગ્નસરાં આવી રહી હોવાથીઓ વેપારીઓ તેની તૈયારીમાં લાગી ગયા હોઈ આ વર્ષે કોઈ પ્રતિબંધો ન હોવાથી લગ્નની સીઝનમાં પણ ધૂમ કમાણીની વેપારીઓને આશા છે. લગ્ન સીઝનનું પહેલું ચરણ ચોથી નવેમ્બરથી ૧૪ ડિસેમ્બર દરમ્યાન તો બીજું ચરણ ૧૪ જાન્યુઆરી બાદ શરુ થશે, તે સમયે પણ વેપારમાં આ વર્ષે ગરમાટો જાવા મળશે.