ગુજરાત

મોરબીનો ઝૂલતો પૂલ છે દુનિયાની અજાયબી!

મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝૂલતો પુલ વર્ષ ૧૮૭૭માં બનાવાયો હતો

સૌરાષ્ટÙના પેરિસ કહેવાતા મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનું બાંધકામ વર્ષ ૧૮૭૭માં કરવામાં આવ્યું હતું. આ ઝૂલતો બ્રિજ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. સમારકામના ૫ દિવસ બાદ જ મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો છે. નવા વર્ષે જ લોકો માટે ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો.
મોરબી શહેરમાં ૧૯૭૯માં વિનાશક પૂર આવ્યું હતું, ૨૦૦૧માં આવેલા ભૂકંપ જેવી બે બે કુદરતી હોનારતો છતાં પુલ અડીખમ છે. ચોક્કસપણે આ હોનારતોએ પુલને નુકસાન કર્યું હતું. જાકે, તેની મૂળ રચનામાં છેડછાડ કર્યા વિના તેનું સમારકામ કરીને આજે પણ તેને લોકો માટે ખુલ્લો રાખવામાં આવે છે.
મોરબીની મચ્છુ નદી ઉપરનો શહેરની શાન સમો ઐતિહાસિક ઝુલતો પુલ ઋષિકેશનાં લક્ષ્મણ ઝુલા પછીનો ભારતનો બીજા નંબરનો પુલ છે. ૧૨૦ વર્ષ જુના આ ઝુલતો પુલ આજે પણ તેની લોકચાહના અને આકર્ષણ જાળવી રાખ્યું છે. મોરબીનાં હેરીટેજ સ્થળમાં આ પુલની ગણના કરાઈ છે. સ્થાનિક ઉપરાંત પ્રવાસીઓનું મન પણ આ પુલની મુલાકાત લેવાનું ટાળી શકતા નથી. જા કે આ હેરીટેજ સ્થળની જાળવણી ખાનગી સંસ્તાને સોંપાતા નદી ઉપર હવામાં ઝુલવાની આ રોમાંચક સફર મોંઘી જરૂર થઈ છે.
મોરબીનાં મહારાજા વાઘજી ઠાકોરે આજથી ૧૨૦ વર્ષ પૂર્વે ૧૮૯૦ ની સાલમાં મોરબીની મચ્છુ નદી ઉપર ૭૬૫ ફૂટ લાંબો અને ૪.૬” ફુટ પહોળો હવામાં ઝુલતો પુલ બનાવડાવ્યો હતો. જેને ઝુલતો પુલ નામ આપવામાં આવ્યું હતું. ઋષીકેશનાં લક્ષ્મણઝુલા પછી મોરબીનો ઝુલતો પુલ બીજા નંબરનાં સ્થાને આવે છે. આ પુલ બનતા ખોબા જેવડું મોરબી દેશનાં નકશામાં પણ અનોખા પુલનાં લીધે આગવું સ્થાન મેળવી શકયું હતું.
ઝૂલતો પુલ મોરબીના લોકો માટે તો ગૌરવ સમાન છે, જ પરંતુ બહારથી આવતા પ્રવાસીઓ પણ ઝુલતા પુલને જાવા અને તેના પરથી પસાર થઈને રોમાંચક આનંદ લેવા આતુર જાવા મળે છે. એમ કહી શકાય કે, અન્ય શહેર કે અન્ય રાજ્યમાંથી આવેલા પ્રવાસીઓ મોરબીના ઝુલતા પુલની મુલાકાત લીધા વિના પરત ફરતા નથી. મોરબીનો ઝૂલતો પુલ બનાવવાની પ્રેરણા રાજાને તેમના યુરોપ પ્રવાસમાંથી મળી હતી. યુરોપમાં ફરતી વેળાએ તેમને એક પુલ જાઈને મોરબીના મચ્છુ નદી પર પુલ બાંધવાનું નક્કી કર્યું હતું. મોરબીની પ્રજા માટે તેમજ દેશ અને દુનિયાના પર્યટકો માટે અજાયબી સમાન આ ઝૂલતા પુલનું નિર્માણ કરાવ્યું હતું.
મોરબી વાસીઓને રજવાડા તરફથી મળેલ આ અમુલ્ય વારસાની યોગ્ય જાળવણી માટે તેમજ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકારે ૨૦૦૫ ની સાલમાં ઝુલતા પુલને હેરીટેજ સ્થળમાં સમાવી લીધો અને સાથોસાથ આ અમુલ્ય વારસાની જાળવણી માટે ખાનગી સંસ્થાને પણ પાલીકા દ્વારા સોંપી દેવાયો હતો. આ સાથે ”આના” થી શરૃ થયેલ ઝુલતા પુલની રોમાંચક સફર આજે વધતી જતી મોંઘવારી સાથે રૃપિયા દશ એ પહોંચી ગઈ છે.
આજે પણ આશરે ૨૦૦થી વધુ લોકો દરરોજ ઝુલતાપુરની સફરની મોજ માણે છે. જા કે આ સંસ્થા જાતાં મુલાકાતીઓની સંખ્યા ચોક્કસ ટી છે. જેની પાછળ ઝુલતા પુલની મોંઘી સફર જવાબદાર છે. આજે પણ ઝુલતાપુલની વચ્ચો વચ્ચ જઈ જારજારથી પુલને હવામાં ડોલાવવો એ મોટાભાગનાં શહેરીજનો મનની ઈચ્છા તો છે જ પણ ટીકીટનાં વધેલા ભાવ પ્રત્યે મોટા ભાગનાં લોકોનો અણગમો છે.
આ હેરીટેજ સ્થળનો યોગ્ય વિકાસ કરવા હજુ પુલની બન્ને બાજુ લાઈટીંગ વાળા રોડ, આધુનિક ટીકીટબારી, વેઈટીંગ વ્યવસ્થા, પાર્કીંગ ઝોન, સાફ – સફાઈ, સાન બોર્ડની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સરકાર પણ આ જરૂરીયાતોથી અજાણ નથી. પરંતુ શહેરીજનો માટેની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નગરપાલિકા આવા ઐતિહાસિક અને અમુલ્ય વારસાનું યોગ્ય જતન કરી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x