ગાંધીનગર ૧૪.૩ ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ઠંડુઃ નલિયામાં ૧૬.૩, પોરબંદર ૧૮, રાજકોટ ૧૯ ડિગ્રી
આજથી નવેમ્બર માસનાં પ્રારંભે જ પવનની દિશા બદલાતા સૌરાષ્ટÙ-ગુજરાતમાં ઠંડીએ ચમકારો દેખાડયો છે અને આજરોજ વિવિધ સ્થળોએ ૧૪ થી ૧૭ ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ માસ દરમ્યાન હવામાન વિભાગે ઠંડીનું જાર વધવાનાં નિર્દેશો આપેલા છે.
દરમ્યાન આજરોજ રાજયનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું હતું. અત્રે આજે સવારે ૧૪.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જયારે કચ્છનાં નલિયા ખાતે ૧૬.૩ ડિગ્રી, અમદાવાદ-વડોદરામાં ૧૭ ડિગ્રી તેમજ ભુજમાં ૨૦.૩, ભાવનગરમાં ૧૯.૪ ડિગ્રી અને દમણમાં ૨૦.૬, ડિસામાં ૧૮.૮, દિવમાં ૨૦.૧ તેમજ કંડલામાં ૨૦.૬ ડિગ્રી જયારે પોરબંદરમાં ૧૮.૫ અને રાજકોટ શહેરમાં ૧૯.૫ ડિગ્રી તથા સુરતમાં ૨૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઇ ચૂકી છે.
આમ તો દિવાળી પછીથી જ વહેલી સવારે સામાન્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડી વધશે. સમગ્ર રાજયમાં ઉતર પૂર્વના પવન ફુંકાવાની શરૂઆત થઇ છે. હવે પછીના પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે તે બાદ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજયમાં બે-ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાન ૧૮ થી ૨૩ ડિગ્રી સુધી રહી શકે છે.
જેથી વહેલી સવારે ફુલગુલાબી ઠંડી અનુભવાશે. રાજયના કેટલાય ભાગોમાં હજુ ગરમી અનુભવાઇ રહી છે પરંતુ ધીમે ધીમે ઘટાડો જાવા મળશે. નવેમ્બરમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની વકી છે. આગાહી પ્રમાણે, ધીમે ધીમે હિમવર્ષા વધતા ઉતર પર્વતીય પ્રદેશો સહિત પંજાબ, હરિયાણા, દિલ્હીના ક્ષેત્રોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. પરિણામે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ઋતુ પરિવર્તન જાવા મળશે. ૫ થી ૮ નવેમ્બર સુધી ઠંડી પડશે. મહતમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.