ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇશુદાન ગઢવી બનશે CM

ગુજરાત વિધાનસભા ચૂટણી પર આખા દેશની પાર્ટીઓની નજર છે આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો જાહેર કરી દીધો છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ દ્વારા મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇસુદાન ગઢવી મુખ્યમંત્રી પદ પર જોવા મળશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે અને દરેક રાજનૈતિક પાર્ટીઓ પોતાની તૈયારીમાં લાગી ગઈ છે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીને આ વખતે ગુજરાતમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ પ્રજાને જોવા મળશે. સૌને એ જાણવાની ઈચ્છા હતી કે આપનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે જેની જાહેરાત આજે કરી દેવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે ગુજરાતના ઈતિહાસ માટેઅ ટી મહત્વનો દિવસ છે. અમે લોકોની વચ્ચે જઈએ છીએ. 27 વર્ષ સુધી કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાત પરિવર્તન બાજુ જઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંબંધો હતા. આજે એક નવો વિકલ્પ મળ્યો છે.આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે અને એક નવું એન્જીન છે. અમે રૂમમાં બેસી નક્કી નથી કરતા કે મુખ્યમંત્રી કોણ હશે. પંજાબના જનતાએ મુખ્યમંત્રી ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે, આમ આદમી પાર્ટી આવી રહી છે.ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. 16.48 લાખ લોકોએ સર્વેમાં મત આપ્યો અને ઈસુદાન ગઢવીને 73 % મત મળ્યા છે.

દર વખતે ગુજરાતમાં બે જ પાર્ટીઓ હતી ભાજપ અને કોંગ્રેસ. જ્યારે આ વખતે કેજરીવાલની આમ આદમી પાર્ટીએ મજબૂત દેખાવ કરી રહી છે.ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ 182 સીટો પરથી ચૂંટણી લડવાની છે. બીજી તરફ તમામ પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ વખતે ચૂંટણીના રણમેદાનમાં કોણ બાજી મારશે તે ખાસ જોવાનું રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x