અરવલ્લી મોડાસાના ખડોદા દુધ મંડળીમાં મોડી રાત્રે હોબાળો દુધના ફેટને લઇને પશુપાલકોની ઉગ્ર રજૂઆત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે ખેડૂતોની વાતોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું રહ્યું છે પણ પશુપાલકોની હાલત પણ હાલ કફોડી હોય તેવું લાગે છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદે રડાવ્યા હતા ત્યારે હવે પશુપાલકો સાથે પણ અન્યય થતો હોવાની વિગતો સામે આવી છે. મોડાસા તાલુકાના ખડોદા ગામે આવેલી દુધ મંડળીમાં મોડી રાત્રે હોબાળો થયો હતો, જ્યાં પશુપાલકોને ફેટ ન મળતા હોવાની બૂમો ઉઠવા પામી હતી, જેને લઇને પશુપાલકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.
આધારભૂત સુત્રો તરફથી મળતી માહિતી મુજબ મોડાસા તાલુકાના ખડોદા ગામે શુક્રવારના રોજ મોડી રાત્રે હોબાળો થયો હતો, જ્યાં પશુપાલકોને 6 ફેટથી ઘટીને માત્ર 3 ફેટ મળતા હોવાની જાણ થતાં પશુપાલકો લાલઘૂમ થયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. છેલ્લા ઘણાં સમયથી સમયાંતરે આવી સમસ્યાઓ સર્જાતી હોય છે પણ કાર્યવાહી અથવા તો આ સમસ્યાના નિરાકરણ માટે કોઇ જ કાર્યવાહી ન થતી હોવાની વિગતો મળી છે. હવે સવાલ એ થાય છે કે, 6 ફેટથી એકદમ 3 ફેટ કેવી રીતે આવી જતાં હશે તે એક સવાલ છે. પણ હાલ, તો આવી સમસ્યાને લઇને પશુપાલકોમાં રોષની લાગણી પ્રગટી હતી.