મનોરંજન

કાશ્મીર ફાઇલ્સ’ પછી હવે વિવેક અગ્નિહોત્રીનું ‘વેક્સીન વોર’

ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ની અપાર સફળતા બાદ હવે વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ સ્વદેશી રસી બનાવવાના સંઘર્ષની વાર્તા હશે.કોરોના યુગમાં વિદેશી કંપનીઓ સિવાય ભારતના કેટલાક લોકોએ સ્વદેશી રસીના ઉત્પાદનમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો

પરંતુ તે તમામ પડકારોને પાર કરીને, ભારતીય વૈજ્ઞાનિકોએ સ્વદેશી રસી વિકસાવી. આ સમગ્ર સંઘર્ષને આ ફિલ્મમાં આવરી લેવામાં આવશે.હિન્દી સિવાય આ ફિલ્મ 15 ઓગસ્ટે અંગ્રેજી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, ભોજપુરી, પંજાબી, ગુજરાતી, મરાઠી અને બંગાળી સહિત 10 ભાષાઓમાં રિલીઝ થશે.વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે આ એક પ્યોર સાયન્સ ફિલ્મ હશે. તેમણે વિવિધ વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓના વૈજ્ઞાનિકોને મળીને અને તેમની પાસેથી માહિતી અને સમજ એકઠી કરીને આ ફિલ્મ બનાવી છે.વિ

વેક અગ્નિહોત્રીએ સો.મીડિયામાં ‘ધ વેક્સિન વૉર’ની જાહેરાત કરી હતી. વિવેકે કહ્યું હતું, ‘તમે નહીં જાણતા હો તેવી યુદ્ધની વાર્તા આ ફિલ્મમાં જોવા મળશે. ભારતે આ યુદ્ધ લડ્યું અને પોતાના વિજ્ઞાન, સાહસ તથા મહાન ભારતીય મૂલ્યો સાથે જીત્યું.’ગ્નિહોત્રીએ કહ્યું હતું કે આ ફિલ્મ આવતા વર્ષે 15 ઓગસ્ટના રોજ 11 ભાષામાં હિંદી, અંગ્રેજી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, બાંગ્લા, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, ઉર્દૂ તથા અસમીઝમાં રિલીઝ થશે. આ ફિલ્મ રિલીઝ માટે આશીર્વાદ આપો. ડિરેક્ટરે ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ ફિલ્મને પલ્લવી જોષી, અભિષેક અગ્રવાલ પ્રોડ્યૂસ કરશે. પલ્લવી જોષીએ કહ્યું હતું કે આ ફિલ્મ ડૉક્ટર્સ તથા વૈજ્ઞાનિકોના અસીમ સમર્થન તથા સમર્પણ માટે ટ્રિબ્યૂટ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x