સાબરકાંઠા જિલ્લામાં બે જનરલ ખર્ચ નિરીક્ષકોની નિમણૂંક કરાઈ
ગુજરાતી વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 તા.૩/૧૧/૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કાના કુલ ૮૯ વિધાનસભા મત વિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા ૧/૧૨/૨૦૨૨ના રોજ અને બીજા તબક્કામાં કુલ ૯૩ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી ૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાશે.
સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં ચાર વિધાનસભા મત વિભાગોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓનો સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તેમ જ મુક્ત ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજી શકાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ નિરીક્ષકોની નિમણૂક કરાઇ છે. જેમાં શ્રી દેબાશીસ દાસ (આઇ.એ.એસ.) ૨૭-હિંમતનગર અને ૩૩ પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તાર માટે મો. ૬૩૫૨૫૨૪૦૧૪ ટે. નં. ૦૨૭૭૨ ૨૯૯૦૨૬ અને શ્રી હિંમાશુકુમાર રાય (આઇ.એ.એસ.) ૨૮ ઇડર અને ૨૯ ખેડબ્રહ્મા વિધાનસભા મત વિભાગ માટે મો. ૮૭૯૯૧૬૧૭૧૯ ટે. નં. ૦૨૭૭૫ ૨૨૦૩૧૯ સંપર્ક નંબર છે. આ નંબર પર જાહેર જનતા, રાજકીય પક્ષો, ઉમેદવાર સંપર્ક કરી શકે છે સાથે ચૂંટણી સંબંધીત ફરિયાદ નિવારણ માટેની હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૦૧૫ છે જે ૨૪*૭ કાર્યરત રહેશે. જિલ્લાની જનતાને આ નંબરોની નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.