ગાંધીનગરગુજરાત

પહેલાં તબક્કામાં ૧૬૫૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ઃ ઉમેદવારીપત્રકો પાછા ખેંચ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશં!

વિધાનસભાની વાતઃ એક તરફ શિયાળો ધીરે ધીરે વાતાવરણમાં ઠંડક પાથરી રહ્યો છે. ત્યાં બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે ધીરે ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે સોમવારના રોજ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને કારણે આખો દિવસ ઉમેદવારો ફોર્મ લઈને દોડધામ કરતા નજરે પડ્યાં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આપની એન્ટ્રીથી હવે ગુજરાતની તમામ બેઠકો પર Âત્ર-પાંખિયો જંગ જાવા મળશે. આ ઉપરાંત કેટલીક બેઠકો એવી પણ હશે જ્યાં ક્યાંક અપક્ષ ઉમેદવાર અને અન્ય પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી એવી બેઠકો પર ચારથી પાંચ ઉમેદવારો વચ્ચે જંગ જાવા મળશે. ત્યારે પહેલાં તબક્કાની કુલ ૮૯ વિધાનસભા બેઠક માટે ૧૬૫૫ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં સૌથી વધારે સુરતની ૧૬ બેકઠ માટે ૩૬૨ લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ત્યાર બાદ રાજકોટની ૮ બેઠકો માટે ૧૭૦ લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછા ડાંગની એક બેઠક માટે ૩ ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની સમયમર્યાદા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
પહેલાં તબક્કકાની કઈ બેઠક પર કેટલાં ઉમેદવારી ફોર્મ ભરાયાઃ
કચ્છની ૬ બેઠક પર ૯૨ ફોર્મ ભરાયા…
સુરેન્દ્રનગરની ૫ બેઠક માટે ૯૩ ફોર્મ ભરાયા..
મોરબીની ૩ બેઠક માટે ૮૦ ફોર્મ ભરાયા…
રાજકોટની ૮ બેઠક માટે ૧૭૦ ફોર્મ ભરાયા…
જામનગરની ૫ બેઠક માટે ૧૩૪ ફોર્મ ભરાયા..
દેવભૂમિ દ્વારકાની ૨ બેઠક માટે ૪૮ ફોર્મ ભરાયા…
પોરબંદરની ૨ બેઠક માટે ૪૩ ફોર્મ ભરાયા…
જૂનાગઢની ૫ બેઠક માટે ૭૮ ફોર્મ ભરાયા..
ગીરસોમનાથની ૪ બેઠક માટે ૬૪ ફોર્મ ભરાયા…
અમરેલીની ૫ બેઠક માટે ૧૧૯ ફોર્મ ભરાયા..
ભાવનગરની ૭ બેઠક માટે ૧૦૮ ફોર્મ ભરાયા..
બોટાદની ૨ બેઠક માટે ૫૬ ફોર્મ ભરાયા..
નર્મદાની ૨ બેઠક માટે ૧૫ ફોર્મ ભરાયા..
ભરૂચની ૫ બેઠક માટે ૭૫ ફોર્મ ભરાયા..
સુરતની ૧૬ બેકઠ માટે ૩૬૨ ફોર્મ ભરાયા..
તાપીમાં ૨ બેઠક માટે ૧૭ ફોર્મ ભરાયા…
ડાંગની ૧ બેઠક માટે ૩ ફોર્મ ભરાયા..
નવસારીની ૪ બેઠક માટે ૪૮ ફોર્મ ભરાયા..
વલસાડની ૫ બેઠક માટે ૫૦ ફોર્મ ભરાયા….
કુલ ૮૯ બેઠક માટે ૧૬૫૫ ઉમેદવારી ફોર્મ ભરાયા છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x