મેઘરજમાં ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતાએ ભાજપ ઉમેદવાર પી સી બરંડા ની ચૂંટણી સભા સંબોધી
અરવલ્લી હાલ વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી સભાઓ પણ ચાલી રહી છે. ત્યારે બીજા ચરણમાં યોજાનાર મતદાનની ભિલોડા બેઠકના મેઘરજ ખાતે ગોરખપુરના સાંસદ અને ફિલ્મ અભિનેતા રવિ કિશન દ્વારા ભાજપ ઉમેદવાર પી.સી.બરંડા માટે ચૂંટણી સભા યોજાઈ હતી.
150 સીટો સાથે ગુજરાતમાં ભાજપ સત્તા મેળવશેઃ રવિ કિશન
મેઘરજ ખાતે 30 ભિલોડા વિધાનસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર પી.સી.બરંડાના ચૂંટણી પ્રચાર અર્થે ઉત્તરપ્રદેશના ગોરખપુર સાંસદ તેમજ ફિલ્મ અભિનેતાએ મેઘરજ ખાતે ચૂંટણી સભા યોજી હતી. આ સભામાં તેઓએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપ 150 બેઠકો સાથે સત્તા પર આવશે. આપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા મફતમાં લેવા વાળી નથી, મફતની વાતો ફોગટની છે. જો બધું મફત હોય તો આપના દિલ્હીના કાર્યાલયમાં પાર્ટીના જ કાર્યકરો ને કેમ માર્યા? કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધીને મોદી પ્રિય છે. આ વખતે રસ્તા પર યાત્રા કાઢી એટલે એમણે પણ આ દેશનો વિકાસ જોયો છે. એટલે ગુજરાતની આ ચૂંટણીમાં 2024ની મોદીની ચૂંટણી હોય એમ લોકો મતદાન કરશે અને 150 સીટો સાથે ગુજરાતમાં ભાજપ સત્તા મેળવશે.