ગુજરાત

આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે લાયન્સ કલબ ડીવાઈન અને માં ઓર્થોપેડિક હોસ્પિટલ હિંમતનગર ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ડાયાબિટીસ નિદાન કેમ્પ યોજાયો..

અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર લાયન્સ કલબ ડીવાઈન આને રૂરલ દ્વારા હિંમતનગર સહકારી જીન રોડ ચાર રસ્તા પાસે આવેલી માં ઓર્થોપેડીક હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે તા ૧૫ મી નવેમ્બર ના રોજ મફત ડાયાબિટીસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો લાભ સાઈટ થી ઉપરાંતની જનસંખ્યાએ વિનામૂલ્યે ડાયાબિટીસ નિદાનનો લાભ લીધો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબના રીજીયોનલ ચેર પર્સનલ પ્રકાશ વૈધ હિંમતનગર લાયન્સ કલબ ડીવાઈન પ્રમુખ પી.પી.નાયી. મંત્રી નેહલ પટેલ ડી.એલ.પટેલ જાણીતા ધારાશાસ્ત્રી ગીરીશ ભાવસાર બ્રિજેશ પટેલ મહેન્દ્રભાઈ પટેલ તેમજ લાયન્સ પરિવારો નગરજનો અને લાભાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે દર રવિવારે સવારના ૧૦વાગ્યાથી બપોરના ૧.વાગ્યા સુધી હિંમતનગર સહકારી જીન ચાર રસ્તા પાસે આવેલી માં ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે ડાયાબિટીસ નું નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવશે એમ માં ઓર્થોપેડિક હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડો.અમીત શર્માએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.્

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x